આજે ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસના સત્રનો પ્રારંભ થયો હતો. 15મી વિધાનસભાના સાતમાં સત્રમાં શરુઆત પ્રશ્નોત્તરીકાળથી થઇ હતી.
આજે ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસના સત્રનો પ્રારંભ થયો હતો. 15મી વિધાનસભાના સાતમાં સત્રમાં શરુઆત પ્રશ્નોત્તરીકાળથી થઇ હતી. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજય રુપાણીના અવસાનને લઇને શોક પ્રસ્તાવ ગૃહમાં રજૂ કર્યો હતો.
પ્રશ્નોત્તરીમાં રાજ્યમાં સબ રજીસ્ટ્રારના મંજૂર મહેકમ સામે 186 જગ્યાઓ ખાલી હોવાનું બહાર આવ્યું છે. વિધાનસભામાં એક સવાલના જવાબમાં સરકારે કહ્યું હતું કે 2025ના વર્ષમાં 488 મંજૂર મહેકમ સામે 186 જગ્યાઓ ખાલી છે.
વિધાનસભામાં 2024ના વર્ષમાં 444ના મંજૂર મહેકમ સામે 188 જગ્યાઓ ખાલી હતી તેમ સરકારે ખંભાતના MLA ચિરાગ પટેલના પ્રશ્ન પર જવાબ આપ્યો હતો.
સરકારે આપેલી માહિતી પ્રમાણે વર્ષ ૨૦૨૫ માં સબ રજીસ્ટ્રાર ના 489 મંજૂર મહેકમ સામે 186 જગ્યાઓ ખાલી હતી