Ahmedabad સાબરમતી નદીમાં મહિલાએ બાળકી સાથે લગાવી મોતની છલાંગ
Views: 172
1 0

Read Time:2 Minute, 41 Second

અમદાવાદના ઈન્કમટેક્સ વિસ્તાર નજીક સાબરમતી નદીમાં આજે એક દુઃખદ ઘટના બની છે. જેમાં એક મહિલાએ પોતાની નાની બાળકીને સાથે લઈને સાબરમતી નદીમાં ઝંપલાવ્યું હતું. આ ઘટનામાં માતાનું ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યું છે. જ્યારે બાળકીને સમયસર બચાવી લેવામાં આવી છે. ઘટના આજે બપોરના સમયે બની હતી. જ્યારે એક મહિલાએ પોતાની બાળકીને સાથે લઈને સાબરમતી નદીમાં મોતની છલાંગ લગાવી હતી.

રેસ્ક્યૂ ટીમના ભારત માંગેલા અને તેમની ટીમે બંનેને નદીમાંથી બહાર કાઢ્યા હતા.આ દરમિયાન બાળકી જીવતી હોય એવું લાગતા ભરત માંગેલાએ બાળકીને CPR આપ્યું હતું.ત્યારે બાળકી રડવા લાગી એટલે કે બાળકી જીવતી હતી. એમ્બ્યુલન્સને જાણ કરી હતી, પરંતુ બાળકીનો જીવ બચાવવા માટે પોલીસની ગાડીમાં જ બાળકીને હોસ્પિટલ લઈ ગયા હતા. આ દરમિયાન રસ્તામાં એમ્બ્યુલન્સ મળતા બાળકીને એમ્બ્યુલન્સમાં ટ્રાન્સફર કરી સારવાર માટે વીએસ હોસ્પિટલ ખસેડી હતી.

બાળકીને CPR આપતા રડવા લાગી પણ હોસ્પિટલમાં દમ તોડ્યો

આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક મહિલાની અને નાની બાળકીની મદદે આવી પહોંચ્યા હતા. ત્યાં હાજર લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ માટેની કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ બાળકીને નદીમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવી હતી. ત્યાર બાદ બાળકીને પ્રાથમિક સારવાર આપીને તાત્કાલિક વધુ સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

ફેફસામાં પાણી ભરાઈ જવાના કારણે બાળકીનું સારવાર દરમિયાન મોત

માતા પિન્કીબેનનું તો નદીમાં ડૂબી જવાથી જ મોત થયું હતું. પરંતુ બાળકીનું સારવાર દરમિયાન ફેફસામાં પાણી ભરાઈ ગયું હોવાથી મોત થયું હતું. માતા અને દીકરીનો આપઘાતનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં માતાની લાશ તરી રહી છે અને બાળકી માતાની છાતી પર છે. સમગ્ર મામલે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!