Vice President Election 2025: ઉપરાષ્ટ્રપતિ પદ માટે મતદાન શરૂ, PM Modiએ સૌ પ્રથમ કર્યુ મતદાન
Views: 110
2 0

Read Time:3 Minute, 19 Second

ઉપરાષ્ટ્રપતિ પદેથી જગદીપ ધનખડે રાજીનામુ આપતા તે પદ ખાલી થયું હતું. જે માટે આજે ચૂંટણી યોજાઇ છે. મતદાન શરૂ થઇ ગયુ છે. સાંજે 5 વાગ્યા સુધી મતદાન ચાલશે. ત્યારે સૌ પ્રથમ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં પીએમ મોદી દ્વારા મતદાન કરવામાં આવ્યું છે.

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે વોટિંગ શરૂ થઇ ગયુ છે. સીપી રાધાકૃષ્ણન અને બી સુદર્શન રેડ્ડી વચ્ચે જંગ છે. સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. આ ઉપરાંત રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ મતદાન કર્યું છે.પાર્લામેન્ટ હાઉસ જઇને પીએમ મોદીએ મતદાન કર્યું.

કેવી રીતે થાય છે વોટિંગ ?
ચૂંટણીની પૂર્વસંધ્યાએ NDA અને કોંગ્રેસની આગેવાની હેઠળના વિપક્ષ બંનેએ તેમના સાંસદોને ચૂંટણી પ્રક્રિયા સમજાવવા માટે અલગ-અલગ બેઠકો યોજી હતી અને તૈયારી સુનિશ્ચિત કરવા માટે મોક પોલ પણ યોજવામાં આવ્યા હતા. સાંસદોને બે ઉમેદવારોના નામવાળા બેલેટ પેપર આપવામાં આવે છે. તેમણે તેમના પસંદ કરેલા ઉમેદવાર સામે “1” અંક લખીને તેમની પસંદગી દર્શાવવાની હોય છે. ચૂંટણી નિયમો અનુસાર અંકોને ભારતીય અંકોના આંતરરાષ્ટ્રીય સ્વરૂપમાં, રોમન અંકોમાં અથવા કોઈપણ ભારતીય ભાષામાં અંકોમાં ચિહ્નિત કરી શકાય છે, પરંતુ શબ્દોમાં નહીં. આ મતદાન પ્રક્રિયામાં સ્પષ્ટતા અને એકરૂપતા સુનિશ્ચિત કરે છે.

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ચૂંટણી મંડળમાં 781 સભ્યો છે, જેમાંથી 542 લોકસભાના અને 239 રાજ્યસભાના છે. ઉપરાષ્ટ્રપતિને ચૂંટવા માટે બહુમતીનો આંકડો 391 છે.

કેવી રીતે થાય છે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી?

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં માત્ર લોકસભા અને રાજ્યસભાના સાંસદ ભાગ લે છે. આ ચૂંટણીમાં નામાંકિત સભ્યો પણ ભાગ લે છે. જ્યારે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં લોકસભા સાંસદ અને તમામ રાજ્યોના વિધાનસભાના ધારાસભ્ય મતદાન કરે છે.

21 જુલાઈએ જગદીપ ધનખડે આપ્યું રાજીનામું
21 જુલાઈ 2025ના રોજ જગદીપ ધનખડે અચાનક ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ચોમાસુ સત્ર 21 જુલાઈના રોજ જ શરૂ થયું. તેમણે દિવસભર સ્પીકર તરીકે સંસદની કાર્યવાહીમાં ભાગ લીધો અને પછી મોડી સાંજે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સુપરત કરેલા રાજીનામામાં તેમણે સ્વાસ્થ્યના કારણોનો ઉલ્લેખ કર્યો અને આ પછી ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!