Ahmedabad: મોદી સ્ટેડિયમની બાજુમાં ટીપી રોડ ખોલવા બળદેવનગરના 29 મકાનનું ડિમોલિશન કરાશે, રહીશોએ હાઈકોર્ટના દ્વારા ખખડાવ્યા
Views: 198
0 0

Read Time:3 Minute, 28 Second

મોટેરા વિસ્તારમાં આવેલા બળદેવ નગરમાં 29 જેટલા મકાનોને તોડી પાડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી છે. જેને લઇને સ્થાનિક 29 જેટલા રહીશો ગુજરાત હાઇકોર્ટમાં ગયા છે.

ઓલિમ્પિકને લઈને અમદાવાદ શહેરને સ્પોર્ટસ સિટી તરીકે તૈયાર કરવામાં આવી રહ્યું છે. દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આજુબાજુ પણ ઓલમ્પિકને લઈને હવે સરકાર ટીપી રોડ ખોલી રહી છે. ટીપી રોડ અંતર્ગત મોટેરા વિસ્તારમાં આવેલા બળદેવ નગરમાં 29 જેટલા મકાનોને તોડી પાડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી છે. જેને લઇને સ્થાનિક 29 જેટલા રહીશો ગુજરાત હાઇકોર્ટમાં ગયા છે.

આ મામલે સ્થાનિકો ટીપી રોડ ખોલવા અંગે કોઈ વિરોધ નથી દર્શાવી રહ્યા, પણ તેમની એક જ માંગ છે કે અમને બે બેડરૂમ, હોલ, કિચનના સારી એવી જગ્યા પર મકાનો આપવામાં આવે, જેથી પરિવાર એક સાથે રહી શકે.

અમદાવાદ મહેસાણા હાઇવે પર અત્યારે ડેપો ચાર રસ્તાથી સીધો ટીપી રોડ સાબરમતી નદી તરફ ખુલે છે. જેમાં મોટેરાના બળદેવનગરના 29થી વધુ મકાનો તૂટી રહ્યાં છે. દિવ્ય ભાસ્કર દ્વારા મોટેરા વિસ્તારમાં આવેલા બળદેવનગર ખાતેનો ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો.

હાઇકોર્ટમાં ગયેલા સ્થાનિકો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા 60 વર્ષથી અમે અહીં રહીએ છીએ. વર્ષો બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર હવે ટીપી રોડ ખોલવા જઈ રહી છે. ઓલિમ્પિકને લઈને આ પ્રક્રિયા કરવામાં આવી રહી છે. ત્યારે સ્થાનિકોને જે વિકાસ થઈ રહ્યો છે અને ઓલિમ્પિક આવી રહ્યું છે તેના સામે કોઈ વાંધો નથી. પરંતુ બળદેવનગરમાં આવેલા મકાનોને સ્લમ ક્લિયન્સમાં ગણી વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે એક બેડરૂમ હોલ કિચનના મકાનો આપવામાં આવી રહ્યા છે. જેની સામે વાંધો છે અમને એક નહીં પરંતુ બે બેડરૂમ હોલ કિચનના મકાનો પણ સારી જગ્યાએ મળવા જોઈએ.

જતીનભાઈ જાદવે વધુમાં કહ્યું કે, અમારી માંગણી એટલી જ છે કે જેવા અમારા મકાનો છે તેવા 2 BHK મકાનો અમને ફાળવવામાં આવે. દરેક ઘરમાં બેથી ત્રણ જેટલા પરિવાર રહે છે. સરકાર જે એક બેડરૂમ હોલ કિચનનું મકાન ફાળવી રહી છે, તેમાં બેથી ત્રણ પરિવારોનો કેવી રીતે સમાવેશ થઈ શકે. અમે એક જ માંગણી કરી છે કે, સારા બે બેડરૂમ હોલ કિચનના મકાનો અમને ફાળવવામાં આવે. અમે સરકારને એવી પણ રજૂઆત કરીએ છીએ કે જો તમને એવું લાગતું હોય કે અહીં સ્લમ વિસ્તાર છે તો ફરી એકવાર સર્વે કરો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!