અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે, જે મુજબ જો કોઈ વ્યક્તિ બાંધકામનો કચરો જાહેરમાં ફેંકશે તો તેને ભારે દંડ ભરવો પડશે.
હવે શહેરમાં કન્સ્ટ્રક્શન વેસ્ટ, માટી અને કાટમાળ રસ્તા પર ફેંકવો ભારે પડશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે, જે મુજબ જો કોઈ વ્યક્તિ બાંધકામનો કચરો જાહેરમાં ફેંકશે તો તેને ભારે દંડ ભરવો પડશે. AMC કમિશનર બંછાનિધિ પાનીએ આ અંગે એક પરિપત્ર બહાર પાડ્યો છે. નવા નિયમ અનુસાર, જુના મકાનોના રિનોવેશન, રિપેરિંગ અથવા નવા બાંધકામ દરમિયાન નીકળતો કચરો (C&D વેસ્ટ) રસ્તા પર અથવા જાહેર જગ્યાએ નાખી શકાશે નહીં. જો કોઈ નાગરિક આ નિયમનો ભંગ કરશે, તો તેને 25,000થી લઈને 1 લાખ સુધીનો દંડ થઈ શકે છે. આ નિયમ માત્ર નાગરિકો માટે જ નહીં, પરંતુ સરકારી વિભાગો અને AMC દ્વારા ચાલતા પ્રોજેક્ટ્સ પર પણ લાગુ પડશે. પ્રોજેક્ટ ચલાવતી એજન્સીઓ પણ હવે કન્સ્ટ્રક્શન વેસ્ટ જાહેર જગ્યાએ ફેંકી શકશે નહીં. આ નિયમનો કડક અમલ થાય તે માટે, AMC દ્વારા દરેક ઝોનમાં એક-એક વોર્ડ નક્કી કરવામાં આવશે, જે આવા કચરાનો નિકાલ કરનાર લોકોને પકડશે અને કડક કાર્યવાહી કરશે.