Read Time:1 Minute, 12 Second
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તાજેતરના ભારે વરસાદ થી પ્રભાવિત બનાસકાંઠા જિલ્લાના સૂઇગામની મુલાકાત લઈને પરિસ્થિતિનું સ્થળ નિરીક્ષણ તેમજ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા બચાવ રાહત અને સ્થિતિ પૂર્વવત કરવાના કામોની સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
તેમણે અસરગ્રસ્ત્તોની મુલાકાત લઈને પરિસ્થિતિ નો જાયજો મેળવ્યા બાદ સૂઇગામ પ્રાંત અધિકારીની કચેરીમાં સમીક્ષા બેઠક યોજી હતી.
વિધાન સભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી બનાસકાંઠા પ્રભારી અને ઉદ્યોગ મંત્રી બળવંત સિંહ રાજપૂત તેમજ ધારાસભ્યો અને સરહદી વિસ્તારના અગ્રણીઓ તથા જિલ્લા વહીવટી તંત્ર અને સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા અને હાથ ધરવામાં આવેલી રાહત કામગીરીની વિગતો પૂરી પાડી હતી.