Read Time:1 Minute, 0 Second
અમદાવાદની સાબરમતી નદીમાં પાણીની ભારે આવક થઈ રહી છે અને સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે, ગાંધીનગરના સંત સરોવર અને ધરોઈ ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે જેના કારણે અમદાવાદની સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે અને રીવરફ્રન્ટનો વોકવે પાણીમાં ગરકાવ થયો છે, વાસણા ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે, સાબરમતી નદી બે કાંઠે વહેતા થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે, અમદાવાદ શહેરમાં ગતમોડી સાંજથી ભારે વરસાદ વરસી રહ્યો છે.
સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થયો છે, સંત સરોવર પાસે જળ સપાટી 53 મીટરે પહોંચી છે અને ઉપરવાસમાંથી 1,21,660 ક્યુસેક પાણી સંત સરોવરમાં આવી રહ્યું છે, સંત સરોવરના તમામ દરવાજા ખોલી 92700 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે.