Read Time:1 Minute, 5 Second
સાબરમતી રિવરફ્રન્ટનો વોકવે પાણીમાં ગરકાવ થયો છે અને ઉપરવાસમાંથી પાણી છોડાતા પાણીની આવક પણ નોંધાઈ છે, રિવરફ્રન્ટના વોક વે પર પ્રતિબંધ લગાવાયો છે અને ફાયર વિભાગ અને પોલીસની એક ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે અને લોકોની અવર જવર પર પ્રતિબંધ લગાવાયો છે.
અમદાવાદની સાબરમતી નદીમાં પાણીની ભારે આવક થઈ રહી છે અને સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે, ગાંધીનગરના સંત સરોવર અને ધરોઈ ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે જેના કારણે અમદાવાદની સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે અને રીવરફ્રન્ટનો વોકવે પાણીમાં ગરકાવ થયો છે, વાસણા ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે, સાબરમતી નદી બે કાંઠે વહેતા થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે, અમદાવાદ શહેરમાં ગતમોડી સાંજથી ભારે વરસાદ વરસી રહ્યો છે.