સુરત શહેર SOG અને PCBની ટીમોએ એક સંયુક્ત ઓપરેશનમાં રાંદેર વિસ્તારમાંથી એક આંતરરાષ્ટ્રીય વિઝા રેકેટનો પર્દાફાશ
Views: 66
3 0

Read Time:2 Minute, 26 Second

સુરત શહેર SOG અને PCBની ટીમોએ એક સંયુક્ત ઓપરેશનમાં રાંદેર વિસ્તારમાંથી એક આંતરરાષ્ટ્રીય વિઝા રેકેટનો પર્દાફાશ કરીને પ્રતિક ઉર્ફે અભિજીત નિલેશભાઈ શાહ નામના રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપી UK, CANADA, EUROPE, SERBIA, MACEDONIA જેવા વિવિધ દેશોના ડુપ્લીકેટ વિઝા બનાવવાની ફેક્ટરી ચલાવતો હતો. પોલીસે આરોપીના ઘરમાંથી મોટા પ્રમાણમાં નકલી વિઝા બનાવવાનું સેટઅપ અને અન્ય ચીજવસ્તુઓ જપ્ત કરી છે.

આ ફેક્ટરીમાંથી યુકે, કેનેડા, મેસેડોનિયા, સર્બિયા, ચેકોસ્લોવાકિયા અને યુરોપના દેશોના નકલી વિઝા સ્ટીકરો મળી આવ્યા છે. પોલીસને તેની પાસેથી 5 વિઝા સ્ટીકર મળ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રતિક શાહ આ નકલી વિઝા સ્ટીકરો દિલ્હી, ચંદીગઢ, પંજાબ અને હરિયાણાના એજન્ટોને વેચતો હતો. આરોપી પ્રતિક શાહ સામે આ પહેલાં પણ ગુના નોંધાયા છે અને 2017થી અત્યાર સુધીમાં તેના પર કુલ 12 ગુના દાખલ થયેલા છે. ઉલ્લેખનીય છે કે આરોપી અલીબાબા સાઇટ પરથી યુરોપના દેશોના હોલમાર્કવાળા પેપર મંગાવતો અને વિઝા દીઠ 15,000 ઉઘરાવતો હતો.

​​​​​​SOG PI એ.પી.ચૌધરી અને PCB PI આર.એસ.સુવેરાને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે રાંદેર વિસ્તારમાં સમોર રેસીડન્સી, ફ્લેટ નંબર 202, શ્રીજીનગરી સોસાયટી નજીક, ઝઘડીયા ચોકડી ખાતે મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન આરોપી પ્રતિક શાહને રંગેહાથે ઝડપી લેવામાં આવ્યો હતો. પ્રતિક શાહ એક રીઢો ગુનેગાર છે અને તેના પર અગાઉ પણ વિઝા સંબંધિત કૌભાંડોમાં ગુનાઓ નોંધાયેલા છે. તેના વિરુદ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં 9, વડોદરા શહેર ગોરવા પોલીસ સ્ટેશનમાં 1, IGI એરપોર્ટમાં 2 ગુના નોંધાયેલા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!