સુરતમાં આંતરરાષ્ટ્રીય ચાઇનીઝ સ્લેવરી રેકેટનો પર્દાફાશ થયો છે જેમાં નીરવ ચૌધરી મુખ્ય આરોપી છે અને ચાઈનીંઝ બેંક સાથે મળી રેકેટ ચલાવતો હતી, એક વ્યક્તિ દીઠ નિરવને ત્રણ લાખ રુપિયા મળતા હોવાની વાત પોલીસની તપાસમાં સામે આવી છે, રેકેટમાં પાકિસ્તાનના એજન્ટ પણ જોડાયેલા હોવાનો ખુલાસો થયો છે અને થાઇલેન્ડ બોર્ડરથી નદી ક્રોસ કરાવી મ્યાનમારમાં ઘુસાડતા હોવાની વાત પણ સામે આવી છે, સમગ્ર કેસમાં સુરત પોલીસ તપાસ કરી રહી છે.
સાયબર સ્લેવરીના આંતરરાષ્ટ્રીય રેકેટમાં મ્યાનમાર આર્મી પર પણ શંકાની સોય ચીંધાઈ રહી છે. ઝડપાયેલા આરોપીઓની કબૂલાત પ્રમાણે તેમને થાઈલેન્ડથી અને મ્યાનમાર વચ્ચે વહેતી મુએ નદી હોડી મારફત ગેરકાયદે ઓળંગાવી લઇ જવાતા ત્યારબાદ આર્મીના વાહનોમાં મ્યાનમારમાં આવેલા માયાવાડી વિસ્તારમાં બનેલી ચાઇનીઝ માફિયાઓના અડ્ડા સુધી છોડી જવાતા હતા. ભારતના નોકરીવાંછુક યુવકોને વિદેશમાં નોકરીની લાલચે થાઈલેન્ડ, બોડિયા, મ્યાનમાર મોકલી સાયબર લેવરીના રેકેટની સુરત સાઇબર સેલની ટીમ પંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
સુરત પોલીસે નના ચંદીગઢથી નીપેન્દર ઉર્ફે નીરવ લવકુશ વરી (ઉ.વ. ૨૪. મૂળ ઉધમસીંગનગર, તરાખંડ) અને પ્રિત રસિક કમાણી (ઉ.વ.૨૧, કુળ તિરૂમાલા ગોલ્ડ સોસાયટી, નાગરકા રોડ, ગોંડલ, રાજકોટ) અને સુરતથી વિઝા એજન્ટ આશિષ રમણલાલ રાણા (ઉં. વ.૩૭, રહે. સાઇ વિલા રેસિડન્સી, ખરવાસા-મૂળ વ્યારા)ની ધરપકડ કરી હતી. આ ત્રિપુટીની કબૂલાતમાં મ્યાનમાર આર્મી પણ ચાઈનીઝ માફિયાઓના સંપર્કમાં હોય તેવી શંકા જાગી છે.
આ ચાઇનીઝ ગેંગના લોકો મર્સિડીઝ અને BMW જેવી મોંઘી ગાડીઓ વાપરીને લક્ઝૂરિયસ લાઈફ જીવે છે. જ્યાં આ ચાઇનીઝ ગેંગના લોકો સાયબર ક્રાઇમ લોકો પાસે કરાવે છે તે કોલ સેન્ટર બહાર લક્ઝૂરિયસ કાર જોવા મળે છે તે ચાઇનીઝ ગેંગના માફિયાઓની છે.
આ ગેંગ ભારતીય યુવાનો સહિત વિદેશના નાગરિકોને નોકરીની લાલચ આપીને પહેલાં બેંગકોક એરપોર્ટ પર લઈ જાય છે. ત્યાંથી તેમને છ કલાક દૂર ટાક જિલ્લાના મેસોટ શહેરમાં લઈ જવામાં આવે છે. આ દરમિયાન એજન્ટો વારંવાર ગાડીઓ બદલે છે જેથી કોઇને રસ્તાની ખબર ના પડે.
ચાઇનીઝ માફિયાઓ દ્વારા 3 તબક્કામાં ટ્રેનિંગ
પ્રથમ તબક્કો: શરૂઆતમાં લોકોને કોપી-પેસ્ટ જેવી સાદી કામગીરી સોંપવામાં આવે છે.
બીજો તબક્કો: યુવાનોને ચેટિંગના ટાસ્ક આપવામાં આવે છે.
ત્રીજો તબક્કો: જેમનું અંગ્રેજી સારૂ હોય તેમના પર વધુ ધ્યાન આપી સાયબર ક્રાઈમ કેવી રીતે કરવો તેની આખી સ્ક્રિપ્ટ લખીને ટ્રેનિંગ આપે છે. આ સ્ક્રિપ્ટમાં છ જેટલા પ્રશ્નો હોય છે, જેમાં નોકરી માટે ગયેલા વ્યક્તિને ‘અમે શું કામ કરીએ છીએ તે અંગે તમને ખબર છે?’ તેવું પણ પૂછવામાં આવે છે.
