Views: 153
2 0

Read Time:2 Minute, 45 Second

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થી પર હુમલો થયો હોવાની વાત સામે આવી છે જેમાં ગઈકાલે સામાન્ય બાબતમાં ધો.8ના વિધાર્થીએ ધો.10ના વિધાર્થી પર છરીથી હુમલો કરતા વિધાર્થીનું સારવાર દરમિયાન મોત થયું છે, અન્ય વિધાર્થી મિત્રો સાથે મળીને આ હુમલો કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે, ખોખરા પોલીસે ગુનો નોંધ્યો છે, અને સગીર આરોપીની અટકાયત કરી છે.

અમદાવાદના ખોખરામાં સેવન્થ-ડે સ્કૂલની સામે વિદ્યાર્થીઓએ અન્ય વિદ્યાર્થીને છરીથી હુમલો કરીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં એક અઠવાડિયા પહેલા સ્કૂલમાં છૂટતા સમયે સામાન્ય ધક્કામુક્કી થતા વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો કારણભૂત હતો. તેની અદાવતમાં છરીથી હુમલો કરવામાં આવ્યો છે. આ અંગે ખોખરા પોલીસે હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોધીને વિદ્યાર્થીને રાઉન્ડઅપ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

બીજી તરફ સમગ્ર ઘટનાની જાણ ડીઈઓ કચેરીને કરવામાં ન આવતા તેમને આ બાબતે સ્કૂલને નોટીસ ફટકારીને જવાબ માંગ્યો છે. ઘોડાસરમાં નીલકંઠ રેસિડેન્સીમાં 15 વર્ષીય સગીર પરિવાર સાથે રહે છે અને તે ખોખરા સેવન્થ-ડે સ્કૂલમાં ઘોરણ-૧૦માં ઈંગ્લીશ મિડિયમમાં અભ્યાસ કરે છે. જેમાં એક અઠવાડિયા પહેલા વિદ્યાર્થીના પિતરાઈભાઈ સિડી ઉતરતો હતો. ત્યારે ધોરણ-8ના વિદ્યાર્થી અને અન્ય એક વિદ્યાર્થી સાથે ધક્કામુક્કી થઈ હતી. જેને લઈને બંને ભાઇઓને વિદ્યાર્થી વચ્ચે ઝઘડો થયો હતો. તેની અદાવતમાં 15 વર્ષીય સગીર મંગળવારે સ્કૂલે ગયો હતો.

આ મામલે શાળાના એડમીન મયુરીકા પટેલે જણાવ્યું કે કેટલાક દિવસો પહેલા બે વિદ્યાર્થીઓ વચ્ચે ધક્કો મારવાની બાબતે તકરાર થઈ હતી. વિદ્યાર્થીએ શાળામાં રજૂઆત ન કરી પણ વાલીને રજૂઆત કરી હતી. ગઇકાલે જે ઘટના બની છે તે શાળાની બહાર બની છે. વિદ્યાર્થી છરી વાગતા પેટ પર હાથ મૂકીને સ્કૂલમાં આવ્યો હતો. CCTVમાં બાળક પેટ પકડીને શાળામાં આવતો દેખાય છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!