અમદાવાદની જેમ બાલાસિનોરમાં વિદ્યાર્થીએ ક્લાસમેટને ચપ્પુના ઘા માર્યા
Views: 280
3 0

Read Time:3 Minute, 42 Second

અમદાવાદ બાદ હવે મહીસાગર (Mhisagar) જિલ્લામાં પણ વિદ્યાર્થીએ નજીવી બાબતે અન્ય વિદ્યાર્થી પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આ બનાવ મહિસાગર જિલ્લાના બાલાસિનોર શહેર બન્યો છે.

મળેલી પ્રાથમિક વિગતો અનુસાર બાલાસિનોર (Balasinor) ના તળાવ પાસે આવેલી સરકારી શાળામાં આજે સાંજે 5 વાગ્યે બાળકો છૂટ્યા હતા અને ઘરે જઇ રહ્યા હતા. આ દરમિયાન ધોરણ 8માં ભણતા બે વિદ્યાર્થીઓ વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થઇ હતી. જેમાંથી એક વિદ્યાર્થીઓ બીજાને નાના ચપ્પુથી હુમલો કરી ઘા ઝીંકી દીધા હતા. જેથી તેની દવાખાનામાં સારવાર કરાવવામાં આવી હતી. આ બંને સગીર વિદ્યાર્થીઓ એક જ કોમના છે. બાલાસિનોર પોલીસે હાલ આ મામલે તપાસ શરુ કરી છે.

પીડિત વિદ્યાર્થીનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તે કહી રહ્યો છે કે, એણે મને થપ્પડ મારી એટલે હું તેને સામે થપ્પડ મારવા જઇ રહ્યો હતો. આ દરમિયાન તેણે મને સ્કૂલના ગેટ પાસે જ પકડી રાખ્યો અને ચપ્પુના ઘા મારી દીધા. આ દરમિયાન સ્કૂલના શિક્ષકો પણ તેમનું વાહન શરુ કરી બહાર નિકળી રહ્યા હતા અને વિદ્યાર્થીઓ પણ આસપાસ હતા.

વીડિયોમાં જોવા મળે છે વિદ્યાર્થીના ખભા પર એક જગ્યાએ અને પેટના ભાગે બે જગ્યાએ ઇજાઓ થઇ હતી. હવે મોટો સવાલ એ છે કે આ વિદ્યાર્થી પાસે ચપ્પુ આવ્યું ક્યાંથી અને તે ચપ્પુ કેમ સાથે રાખતો હતો. ગુજરાતમાં એક બાદ એક વિદ્યાર્થી દ્વારા ચપ્પુના હુમલાના કારણે વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ સમગ્ર મામલે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના વાલી બાલાસિનોર ટાઉન પોલીસ મથક ખાતે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ભોગ બનનાર બાળકના વાલીના નિવેદનને આધારે બાલાસિનોર પોલીસે હુમલો કરનાર કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર સામે BNSની કલમ 115(1), 118(1) (2), 352 તથા GP Act કલમ 135 મુજબ ફરિયાદ નોંધી છે.

ફરિયાદમાં જણાવાયું છે કે, ફરિયાદીના બાળક સાથે સામે વાળો વિદ્યાર્થી મસ્તી કરવા આવતા ફરિયાદીના બાળકે મસ્તી કરવાની ના પાડી હતી જેથી સામે વાળો વિદ્યાર્થી અચાનક ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો બોલવા લાગ્યો હતો. ગાળો બોલવાની ફરિયાદીના બાળકે ના પાડતા સામે વાળા વિદ્યાર્થીએ ફરિયાદીના બાળકના બરડાના ભાગે માર માર્યો હતો જેથી તે સામે મારવા જતા સામે વાળા વિદ્યાર્થીએ અચાનક તેના થેલામાંથી ચપ્પુ કાઢી ફરિયાદીના બાળકને ડાબી બાજુના ખભા, બગલ, પેટ અને પેઢાના ભાગે ચપ્પાના ઘા મારી ઇજાઓ પહોંચાડી નાસી ગયો હતો. સમગ્ર મામલે બાલાસિનોર પોલીસે વાલીની ફરિયાદ આધારે ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!