શ્રાવણનાં છેલ્લાં સોમવારે શિવભક્તોનું ઘોડાપૂર
Views: 111
0 0

Read Time:1 Minute, 34 Second

સોમનાથ મહાદેવને પુષ્પ-ચંદન-ભસ્મનો શૃંગાર

આજે (18 ઓગસ્ટે) પવિત્ર શ્રાવણ માસનો ચોથો અને અંતિમ સોમવાર છે, જે શિવભક્તો માટે અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે. છેલ્લા સોમવારના કારણે ગુજરાતભરનાં શિવાલયોમાં શ્રદ્ધાળુઓનો અદભુત પ્રવાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ મંદિરો ‘બમ બમ ભોલે’ અને ‘હર હર મહાદેવ’ના જયઘોષથી ગુંજી રહ્યાં છે.

ભવનાથમાં ભક્તોની ભીડ

ભક્તોની લાંબી કતારો દર્શન અને પૂજા-અર્ચના માટે ઉમટી પડી છે. શ્રદ્ધાળુઓ શિવલિંગ પર જળાભિષેક, દૂધાભિષેક અને બિલ્વપત્ર અર્પણ કરીને મહાદેવની ઉપાસના કરી રહ્યા છે. શ્રાવણ માસ દરમિયાન કરેલી ભક્તિની પૂર્ણાહુતિના ભાગરૂપે ભક્તો વિશેષ પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

‘હર હર મહાદેવ’ના નાદથી મંદિરો ગુંજ્યા

ગુજરાતના મુખ્ય શિવ મંદિરો જેવા કે સોમનાથ, નાગેશ્વર, ઘેલા સોમનાથ, નિષ્કલંક મહાદેવ, જડેશ્વર, સ્તંભેશ્વર અને ભવનાથ સહિતના તમામ મંદિરોમાં ભક્તિનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. આજના દિવસે મહાદેવના દર્શન કરીને ભક્તો પોતાના જીવનને સફળ બનાવી રહ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!