ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 25 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આજે (21 ઓગસ્ટ) ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.
જૂનાગઢના વંથલીમાં પાણીમાં ફસાયેલા યુવકનું રેસ્ક્યૂ
હવામાન વિભાગ દ્વારા આગામી 10 વાગ્યા સુધી રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં અરવલ્લી, મહીસાગર અને ખેડામાં ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદર નગર હવેલી, મોરબી, બોટાદ, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બાકીના જિલ્લાઓમાં મધ્યમ વરસાદને લઈને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.
ગુજરાતના 12 તાલુકામાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જેમાં 20 તાલુકામાં પાંચ ઇંચથી વધુ, 36 તાલુકામાં ચાર ઇંચથી વધુ, 48 તાલુકામાં ત્રણ ઇંચથી વધુ, 67 તાલુકામાં બે ઇંચથી વધુ, 99 તાલુકામાં એક ઇંચથી વધુ નોંધાયો છે.
| તાલુકો | વરસાદ (ઇંચમાં) |
| મેંદરડા (જુનાગઢ) | 13.03 |
| કેશોદ (જુનાગઢ) | 11.02 |
| વંથલી (જુનાગઢ) | 10.31 |
| પોરબંદર | 10.12 |
| ગણદેવી (નવસારી) | 9.21 |
| માણાવદર (જુનાગઢ) | 8.23 |
| ચિખલી (નવસારી) | 7.76 |
| કપરડા (વલસાડ) | 7.2 |
| કુતિયાણા (પોરબંદર) | 6.93 |
| રાણવાવ (પોરબંદર) | 6.69 |
