Views: 88
2 0

Read Time:1 Minute, 58 Second

ગાંધીનગરના પાલજથી બોગસ ખેડૂત થઈ મતક્ષેત્ર ઈડરમાં ખેતીની જમીન ખરીદ્યા પછી તેની સોદાબાજીની ફરિયાદમાં સંદર્ભે ચાલી રહેલી તપાસની વચ્ચે ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરા સામે ભાજપના જ પૂર્વ ધારાસભ્યએ અરજી કરીને તેમની સામે કાર્યવાહીની માગ કરી છે. પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણાએ ગાંધીનગર કલેક્ટરને પત્ર લખીને રમણલાલ વોરા સામે કાર્યવાહી કરવા માગ કરી છે.

ભાજપના પૂર્વ ધારાસભ્ય પૂનમભાઈ મકવાણાએ ગાંધીનગર કલેક્ટરને પત્ર લખીને જણાવ્યું હતું કે, રમણભાઈ વોરાએ ઈડરના તેમના મિત્ર દિનેશભાઈ પટેલેને વેચાણ આપેલી જમીન N.A. કરાવ્યા બાદ તેને રમણલાલ વોરાએ તેમના દીકરા ભૂષણ તથા સુરાગને વેચાણ કરી હતી. આ કિસ્સામાં દસ્તાવેજનમાં જણાવેલ વેચાણ કિંમતના વહેવારો I.T. રીટર્નમાં બતાવેલ છે કે કેમ ? તેની તપાસ કરી ટેક્ષ ચોરીનો મામલો દર્જ કરી ફોજદારી રાહે કાર્યવાહી કરવા માગ કરી છે.

જમીનના કેસમાં ચર્ચાઓ શરૂ થતાં સોશિયલ મીડિયામાં પણ તેની અસર જોવા મળી હતી. સોશિયલ મિડિયામાં ઈડરના જ યુવક આસુતોષ રેવાભાઈ રાઠોડે કરેલી ટીકા સામે રમણલાલ વોરાએ આ યુવકને વોટ્સેપ કોલ કરીને ખખડાવ્યો હતો. તેનાથી આગળ વધીને વોટ્સેપ ચેટમાં “ચડ્ડી પહેરતા શીખી જા પછી બાપા જોડે વાત કરજે તેવું લખતા તેના સ્ક્રિન શોટ, ઓડિયો રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!