મળતી માહિતી મુજબ મૂળ બોટદની વતની અને હાલ અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતી 21 વર્ષીય મહેશ્વરી ખાચર એલ.ડી. આર્ટ્સ કોલેજમાં થર્ડ યરમાં અભ્યાસ કરતી હતી. NSS કેમ્પ ચાલી રહ્યો હોવાથી વિદ્યાર્થિની યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં રોકાઈ હતી. વિદ્યાર્થિનીનું NSSમાં કામ સારું હતું જેના કારણે સિનિયર વોલેન્ટિયર બનાવાઈ હતી.
ગુજરાત યુનિ.ના ગેસ્ટ હાઉસમાં 21 વર્ષીય વિદ્યાર્થિનીનો આપઘાત
NSS કેમ્પમાં આવેલી સ્ટુડન્ટે ગળે ફાંસો ખાધો
મૂળ બોટાદની યુવતી અમદાવાદની એલડી આર્ટ્સમાં ભણતી
મહેશ્વરી ખાચર એલ.ડી. આર્ટ્સ કોલેજમાં અભ્યાસ કરતી
મૃતક કોલકાતાથી આવતા મહેમાનોને લેવા જવાની હતી
પોલીસ અને FSLના અધિકારીઓ દ્વારા તપાસ
મૃતક સવારથી ગુજરાત યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજર હતી. સાંજે 5 વાગ્યે એરપોર્ટ NSSના કાર્યક્રમમાં કોલકાતાથી આવતા મહેમાનોને લેવા જવાની હતી. જોકે, ગુજરાત યુનિવર્સિટીના શ્યામ પ્રસાદ મુખર્જી હોલથી વિદ્યાર્થિની 3:30 વાગ્યે નીકળી હતી અને પરત ન આવતા એક પ્રોફેસર દ્વારા અન્ય વિદ્યાર્થિનીને મૃતક વિદ્યાર્થિનીને બોલાવવા મોકલી હતી.
જ્યારે મૃતકની મિત્ર ગેસ્ટ હાઉસ પહોંચી ત્યારે મૃતકે બારી પાસે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. મૃતકની મિત્રએ જ અન્ય વિદ્યાર્થીઓ અને પ્રોફેસરને જાણ કરી હતી. જે બાદ 108 એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતનો સ્ટાફ અને FSLના અધિકારીઓ દ્વારા ઘટનાસ્થળે તપાસ કરવામાં આવી રહી છે.