એમ્બ્યુલન્સની જેમ PCR વાનને હવે પોલીસ સ્ટેશનની હદ નહિ નડે, પહેલા સમાધાન કરાવશે, ન થાય તો જે તે પોલીસ સ્ટેશનને કેસ સોંપશે
Views: 79
1 0

Read Time:2 Minute, 11 Second

108 એમ્બ્યુલન્સ સેવાની જેમ કોઈ પણ એમ્બ્યુલન્સ કોઈ પણ વિસ્તારમાં જઈ ઇમર્જન્સી કેસ હાથમાં લઈ શકશે. એ જ રીતે પોલીસ સેવાને ઝડપી બનાવવા રાજ્યમાં 112 હેલ્પલાઇન સેવા અંતર્ગત પોલીસની પીસીઆર વાન કોઈ પણ પોલીસ સ્ટેશનની હદમાં જઈ કેસ હાથમાં લઈ શકશે. સ્થળે પહોંચેલી પીસીઆર વાનનો સ્ટાફ કોઈ પણ કેસમાં પહેલા સમાધાનનો પ્રયાસ કરશે. જો સમાધાન નહીં થાય તો બંને પાર્ટીને જે પોલીસ સ્ટેશનની હદમાં કેસ બન્યો હોય તે પોલીસ સ્ટેશનમાં લઈ જઈ કાર્યવાહી હાથ ધરશે.

પોલીસ સેવામાં સિસ્ટમ ડેવલપ કરતા મારામારી કે ઝઘડાના કેસમાં ઘટના સ્થળ નજીકની પીસીઆરવાનને કેસ એલોટ થઇ જશે. કેસ એલોટ થતાં જ 2 પોલીસ, 1 ડ્રાઇવરવાળી પીસીઆરવાન ઘટના સ્થળે પહોંચશે. શહેરમાં હાલ 123 અને રાજ્યમાં કુલ 1 હજાર પીસીઆરવાન છે. 108ના ઓપરેશનલ હેડ વિકાસ બિહાનીના જણાવ્યા મુજબ, 112 હેલ્પલાઇનનો 108ના સેન્ટરમાંથી જ કોમન કંટ્રોલ એન્ડ કમાન્ડ અપાયો છે, જેથી એક જગ્યાએથી દરેક સર્વિસ મળશે. તેમાં એકસાથે પોલીસ, ફાયર, મેડિકલ, મહિલા હેલ્પલાઇન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની 6 સર્વિસ ઇન્ટિગ્રેટ કરાઈ છે.

112 હેલ્પલાઇન કેવી રીતે કામ કરે છે?

112 પર કોલ આવે તો સૌપ્રથમ ઇમર્જન્સી પુછાય છે.
ત્યાર બાદ સેન્ટરમાં બેઠેલા એક્ઝિક્યુટિવ ઇમરજન્સી સિલેક્ટ કરતાં જ એઆઈ ઇમરજન્સીને ઓટોમેટિક આઇડેન્ટિફાઇ કરે છે કે, આ ઇમરજન્સીમાં કઇ સર્વિસની જરૂર છે. જેમ કે આગમાં પોલીસ, ફાયર અને મેડિકલને સિલેક્ટ કરી ઇમર્જન્સી એલોટ કરે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!