SVPI એરપોર્ટ ખાતે ગુજરાતની સ્વતંત્રતા, ઉત્સવ અને ભવ્ય વારસાની ઉજવણી કરતા નવા સ્થાપનોનું અનાવરણ
Views: 85
0 0

Read Time:3 Minute, 12 Second

સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય (SVPI) એરપોર્ટ મુસાફરોને ઉત્કૃષ્ટ સાંસ્કૃતિક અનુભવ પ્રદાન કરવા અને ગુજરાતની સમૃદ્ધ પરંપરાઓ પ્રદર્શિત કરવા સતત પ્રયત્નશીલ છે. આજ યાત્રામાં ટર્મિનલ 2 પર મનમોહક કલાસ્થાપનોની શ્રેણીનું અનાવરણ કર્યું છે.

સ્વતંત્રતાની ચળવળ: ડિપાર્ચર્સ ચેક-ઇન હોલમાં સ્થિત મહાત્માગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની સુંદર કળાકૃતિઓ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતની ભૂમિકાને દર્શાવેછે. તે સ્વતંત્રતાની યાત્રામાં ગુજરાતની મુખ્ય ભૂમિકાને શ્રદ્ધાંજલિછે. 350 મીટર ધાતુના પટમાં બનાવવામાં આવેલા ભીંત ચિત્રો પિત્તળ અને તાંબાના ત્રિ-પરિમાણીય શિલ્પો છે. આ કલાત્મક સ્થાપત્યો ગુજરાતની સ્વતંત્રતા ચળવળ, સાંસ્કૃતિક ઓળખ અને ઉત્સવની ભાવનાને ઉજાગર કરે છે, જે મુસાફરોને રાજ્યના સમૃદ્ધ વારસાની ઝલક આપે છે.

આગમનના બેગેજ ક્લેમ હોલમાં સ્થિત આજીવંત ભીંત ચિત્ર નવરાત્રી અને ઉત્તરાયણ જેવા ગુજરાતના વિશ્વ-પ્રસિદ્ધ તહેવારોની ભાવનાને દર્શાવે છે. ઉત્સવવોલ એક ધાતુત્રિ-પરિમાણીય સ્થાપન છે. તે પેટર્નવાળીપિત્તળની પટ્ટીઓ સાથે મોડ્યુલર શીટ બ્લોક્સથી બનેલું છે. ભવ્ય ગરબા નર્તકો અને આકાશમાં ઉડતા પતંગોના લયબદ્ધ ચિત્રો સાથે ઉત્સવવોલ મુસાફરોનું સ્વાગત પરંપરા, આનંદ અને સાંસ્કૃતિક ગૌરવની ઉષ્માભરી ઉજવણી સાથે કરે છે.

ગુજરાતની પતંગ ઉડાવવાની પરંપરાથી પ્રેરિત આગતિશીલ શિલ્પ ઉત્તરાયણ સાથે સંકળાયેલી ઉર્જા, રંગ અને આનંદને જીવંત બનાવે છે. SVPI એરપોર્ટ ટર્મિનલ 2 ના ડોમેસ્ટિક અરાઇવલ વિસ્તારમાં સ્થિત આ શિલ્પમાં કાંસ્યથી બનેલા બાળકોના જીવન-કદનાશિલ્પો છે. બાળકોના આનંદી અભિવ્યક્તિઓ અને આકાશમાં પતંગોની ગતિશીલગતિ દ્વારા, આકૃતિઆશા, પ્રગતિઅને ભાવિપેઢીઓની અમર્યાદિત આકાંક્ષાઓ વ્યક્ત કરે છે. આ પતંગો ધાતુ અને સ્ટેનલેસસ્ટીલના ટેકા સાથે રચાયેલી એક્રેલિકશીટ્સથી બનેલા છે અને બ્રાઈટલાઇટ્સથી પ્રકાશિત થાય છે.

અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ આંતર રાષ્ટ્રીય વિમાનમથક, ગુજરાતના સમૃદ્ધવારસા અને સંસ્કૃતિને પ્રોત્સાહન અને પ્રદર્શન કરવા પ્રતિબદ્ધ છે.જેનો ઉદ્દેશ્ય તમામ મુસાફરોને યાદગાર અને સમૃદ્ધ અનુભવપ્રદાન કરવાનો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!