અસારવા યુથ સર્કલના પ્રમુખ સંજય પટેલે જણાવ્યું છે કે અસારવા વિસ્તારની પ્રાચીન વાવ એવી અસારવા ગામના કુળદેવી શ્રી માતર ભવાની માતાજીની વાવના સમારકામ માટે ઓગસ્ટ મહિનામાં જન આંદોલન કરવામાં આવેલ. ત્યારબાદ દિલ્હીથી પુરાતત્વ ખાતાના અધિકારીઓએ વાવનું નિરીક્ષણ કરી સમારકામ સપ્ટેમ્બર માસમાં શરૂ કરાશે તેવી ખાતરી આપી હતી. તેના અનુસંધાનમાં વાવનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ વાવના કૂવામાં વાવને અડીને આવેલ અસારવા તળાવનું પાણી ભરાઈ ગયું છે જેથી સમારકામ કરવામાં અડચણ ઊભી થઈ રહી છે. સત્તાવાળાઓએ સત્વરે આ પાણીનો નિકાલ કરવો જોઈએ. જર્જરીત વાવનું સમારકામ શરૂ થતાં માઇ ભક્તો અને ગામવાસીઓમાં આનંદની લાગણી વ્યાપી છે.
રાજુભાઈ પંચાલે (પેટા કોન્ટ્રાકટર – ૮૧૬૦૮ ૨૯૩૫૮) જણાવ્યું છે કે હાલમાં વાવ માં નીચેના ભાગનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે અને તે આગામી તા. ૩૦/૦૯/૨૦૨૫ ને આઠમના હવન પહેલા પૂરું થઈ જશે. તે પછી વાવ ના ઉપરના ભાગ નું સમારકામ કરવાની શરૂઆત કરીશું. તે દીવાળી સુધીમાં પૂરું થવાની ધારણા છે. હાલ ૮થી ૧૦ મજૂરો રાત દિવસ કામ કરી રહ્યા છે.
