ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા ઈન્ટરનલ સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન (SIH) 2025નું સફળ આયોજન અમદાવાદ અને મહેસાણા જિલ્લાઓમાં કરવામાં આવ્યું.
આ હેકાથોનમાં કુલ 151 ટીમોના 923થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, જેમાં 257 વિદ્યાર્થીનીઓ અને 668 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. સમગ્ર સ્પર્ધા દરમિયાન વિદ્યાર્થીઓએ તેમના નવતર વિચારો અને સમસ્યા હલ કરવાની કુશળતા રજૂ કરી.
કાર્યક્રમમાં કુલ 77 પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ્સ પર આધારિત પ્રોજેક્ટ્સ રજૂ કરાયા, જેમાં વિવિધ ક્ષેત્રોના વાસ્તવિક પડકારોનો સમાવેશ હતો. પ્રોજેક્ટ્સના મૂલ્યાંકન માટે GTUએ શૈક્ષણિક તથા ઔદ્યોગિક ક્ષેત્રના 15 પ્રતિષ્ઠિત જ્યુરી સભ્યોને આમંત્રિત કર્યા હતા, જેમણે નિષ્ણાત મૂલ્યાંકન અને માર્ગદર્શન પૂરું પાડ્યું.
આ હેકાથોન વિદ્યાર્થીઓ માટે સર્જનાત્મકતા, ટીમ વર્ક અને ટેકનિકલ કુશળતા રજૂ કરવાનો પ્રેરક મંચ સાબિત થયો, તેમજ આવનારા રાષ્ટ્રીય સ્તરના સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન માટે GTUની ભાગીદારી માટે મજબૂત પાયો ઘડાયો.
કાર્યક્રમ દ્વારા GTUએ ફરી એકવાર વિદ્યાર્થીઓમાં નવોપક્રમ, સાહસિકતા અને ડિઝાઇન થિંકિંગ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા ઉજાગર કરી, જેથી તેઓ સમાજ અને ઉદ્યોગની જરૂરિયાતોને અનુરૂપ પ્રભાવશાળી ઉકેલો વિકસાવી શકે.
આ અવસરે GTUના રજિસ્ટ્રાર ડૉ. કે. એન. ખેર તથા માનનીય વાઇસ ચાન્સેલર ડૉ. રાજુલ કે. ગજ્જરએ તમામ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી.
