અમદાવાદના નોરતા નગરી અને સ્વર્ણિમ નગરી ખાતે ‘ઓપરેશન સિંદૂર’ ગીત પર ખૈલૈયાઓએ રાસની રમઝટ બોલાવી
Views: 77
1 0

Read Time:1 Minute, 35 Second

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના નોરતા નગરી અને સ્વર્ણિમ નગરી ખાતે ‘ઓપરેશન સિંદૂર’ ગીત પર ખેલૈયાઓએ રાસની રમઝટ બોલાવી હતી. સૈન્યના શૌર્ય અને પરાક્રમના સન્માનમાં સાતમા નોરતે શહેરના નોરતા નગરી અને સ્વર્ણિમ નગરી ખાતે ખેલૈયાઓએ ગરબા થકી જવાનોને સલામી અર્પી હતી.

નોરતા નગરી ખાતે સુપ્રસિદ્ધ કલાકાર શ્રી કીર્તિદાન ગઢવીએ ‘ઓપરેશન સુંદર’ પર ગરબો ગાતા જ લોકો ઝૂમી ઉઠ્યા હતા.

આ ક્ષણે મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત રહીને ખેલૈયાઓનું અભિવાદન ઝીલ્યું હતું અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

‘ઓપરેશન સિંદૂર’ ગીત પર ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા હતા અને સમગ્ર માહોલ દેશભક્તિમય બનાવ્યો હતો અને ઉપસ્થિત સૌએ ‘ભારત માતા કી જય’ ના નારા લગાવ્યા હતા.

એક નોરતું દેશના નૌજવાનોને નામ – દરેક સ્ટેપમાં, દરેક તાલીમાં દેશના સૈનિકો માટે સન્માન અને કૃતજ્ઞતાનો ભાવ હોય તે રીતે ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા.

આ પ્રસંગે શહેર ભાજપ અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ તથા પદાધિકારીઓ, કોર્પોરેટરશ્રીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!