Read Time:1 Minute, 6 Second
મુખ્યમંત્રીશ્રીએ શીલજ, એસ પી. રીંગ રોડ, શેલા વિસ્તારોના વિવિધ ગરબા મહોત્સવમાં હાજરી આપી ખૈલૈયાઓનો ઉત્સાહ વધાર્યો
નવલી નવરાત્રિના સાતમા નોરતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારના વિવિધ ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ શીલજ, એસ.પી.રિંગ રોડ, શેલાના વિસ્તારોમાં આયોજિત વિવિધ ગરબા મહોત્સવમાં હાજરી આપી ખૈલૈયાઓનું અભિવાદન ઝીલીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ વિવિધ ગરબા મહોત્સવમાં માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
આ પ્રસંગે શહેર ભાજપ અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ તથા પદાધિકારીઓ, કોર્પોરેટરશ્રીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
