અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં હત્યા બાદ રોષ ફાટી નીકળ્યો હતો અને સ્કૂલમાં હાલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે, મોટી સંખ્યામાં પોલીસ જવાનોને સ્ટેન્ડબાય રખાયા છે, મહિલા પોલીસકર્મી પણ બંદોબસ્તમાં જોડાયા હોવાની વાત સામે આવી છે, સંગઠનો દ્વારા સ્કૂલ ઉપર વિરોધ પ્રદર્શનની આશંકાના કારણે પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે.
સેવન્થ ડે સ્કૂલ ઉપર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, મોટી સંખ્યામાં પોલીસના જવાનો સ્ટેન્ડ બાય કરવામાં આવ્યા છે, સ્થાનિક પોલીસ અને શહેર પોલીસની અનેક ગાડીઓ સ્કૂલ ઉપર હાજર છે અને મહિલા પોલીસ કર્મી પણ બંદોબસ્તમાં જોડાયા છે. સેવન્થ ડે સ્કૂલની આસપાસની તમામ સ્કૂલો પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, તનાવ પૂર્ણ માહોલને જોતા પોલીસ કાફલો સ્ટેન્ડ બાય કરાયો છે.
ગઈકાલે મોટી સંખ્યામાં વાલીઓએ એકઠા થઇ સ્કૂલમાં વિરોધ કર્યો હતો
અમદાવાદની 200થી વધુ શાળાઓ સ્વયંભૂ બંધમાં જોડાઇ છે, અમદાવાદની સેવેન્થ ડે સ્કૂલમાં હત્યા બાદ રોષ ફાટી નીકળ્યો છે, મણિનગર, કાંકરિયા, ઇસનપુરમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે, VHP અને વેપારી એસોસિએશને બંધને લઈ સમર્થન આપ્યું છે તેમજ શાળા, કોલેજો અને માર્કેટ બંધ રાખવા અનુરોધ કરાયો છે.
એસીપી કુણાલ દેસાઇએ જણાવ્યુ કે, સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થી પર હત્યાનો પ્રયાસ કર્યો હોવાની જાણ થતા પોલીસ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી હતી ત્યાં પ્રત્યદર્શી સહિત 6 વ્યક્તિઓનું નિવેદન નોંધવામાં આવ્યુ હતુ આ બાદ પોલીસે તાત્કાલિક સ્કૂલ રાત્રે ખોલાવીને પ્રત્યક્ષદર્શીને સાથે રાખીને સ્કૂલના વિદ્યાર્થીઓના આઇકાર્ડ આલ્બમ તપાસીને બે વિઘાર્થીઓની ઓળખ કરવામાં આવી છે બન્નેની મોડી રાત્રે ધરપકડ કરાઈ હતી.