આ નવેમ્બરમાં છ મોટા ફેરફારો થઈ રહ્યા છે. આમાં બેંક નોમિનેશન નિયમોમાં ફેરફાર, કોમર્શિયલ ગેસ-સિલિન્ડરના ભાવમાં ઘટાડો અને નવા FASTag નિયમોનો સમાવેશ
Views: 124
1 0

Read Time:5 Minute, 0 Second

AI સંબંધિત એક નવો ફેરફાર પણ છે. 4 નવેમ્બરથી ભારતીય યુઝર્સને ChatGPT Goનું ફ્રી સબ્સ્ક્રિપ્શન મળશે. જેમિની પ્રો સબ્સ્ક્રિપ્શન પણ મફતમાં ઉપલબ્ધ છે.

તમારા બેંક ખાતામાં એક નહીં, પણ ચાર નોમિની હશે

હવે તમે તમારા બેંક ખાતામાં ફક્ત એકને બદલે ચાર નોમિની ઉમેરી શકો છો. તમે એ પણ નક્કી કરી શકો છો કે દરેક નોમિનીને કેટલી રકમ મળશે. નવા નિયમો 1 નવેમ્બર, 2025થી અમલમાં આવશે.
નાણાં મંત્રાલયે 23 ઓક્ટોબરના રોજ જણાવ્યું હતું કે આ ફેરફાર બેંકિંગ દાવાઓ અને વારસાગત પ્રક્રિયાને સરળ બનાવશે અને વધુ પારદર્શક બનાવશે. નોમિની કોઈપણ સમયે બદલી અથવા રદ કરી શકાય છે.
નોમિની એ વ્યક્તિ છે, જેને ખાતાધારક દ્વારા લાંબી કાનૂની કાર્યવાહીમાંથી પસાર થયા વિના તેના મૃત્યુ પર ખાતાની બેલેન્સ અથવા સંપત્તિ ટ્રાન્સફર કરવા માટે નામાંકિત કરવામાં આવે છે.

આધાર અપડેટ માટે નવા ચાર્જ

ભારત સરકારના UIDAIએ બાળકોના આધાર કાર્ડ પર બાયોમેટ્રિક અપડેટ માટે ₹125 ફી માફ કરી દીધી છે. આ ફી એક વર્ષ માટે મફત રહેશે.
પુખ્ત વયના લોકો માટે નામ, જન્મતારીખ, સરનામું અથવા મોબાઇલ નંબર અપડેટ કરવા માટે 75 રૂપિયાનો ખર્ચ થશે.
ફિંગરપ્રિન્ટ અથવા આઇરિસ સ્કેન જેવાં બાયોમેટ્રિક અપડેટ્સની કિંમત 125 રૂપિયા હશે.
તમે કોઈપણ દસ્તાવેજો સબ્મિટ કર્યા વિના તમારું સરનામું, જન્મતારીખ અથવા નામ ઓનલાઈન પણ અપડેટ કરી શકો છો.

એક વર્ષ માટે ChatGPT Go સબ્સ્ક્રિપ્શન ફ્રી

OpenAI ભારતમાં તેના “ChatGPT Go” સબ્સ્ક્રિપ્શન પ્લાનને એક વર્ષ માટે મફત બનાવી રહ્યું છે. આ ઓફર ભારતીય વપરાશકર્તાઓ માટે 4 નવેમ્બર, 2025 થી સક્રિય રહેશે.
હાલમાં ભારતમાં આ સબ્સ્ક્રિપ્શનનો ખર્ચ ₹399 પ્રતિ મહિને છે. આનો અર્થ એ છે કે વપરાશકર્તાઓને દર વર્ષે ₹4,788નો ફાયદો થશે. આ ChatGPT પ્લાન વધુ ચેટ્સ અને છબિ બનાવવાની મંજૂરી આપે છે.
ChatGPT Go એ OpenAIનો મિડ-લેવલ પ્રીમિયમ પ્લાન છે. કંપની કહે છે કે ભારત તેનું બીજું સૌથી મોટું અને સૌથી ઝડપથી વિકસતું બજાર છે.

ફાસ્ટેગ માટે બે નવા નિયમો

જે વાહનોના FASTagsએ હજુ સુધી જરૂરી Know Your Vehicle (KYV) ચકાસણી પૂર્ણ કરી નથી તેમને નિષ્ક્રિય કરી શકાય છે, જોકે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા બેંકો દ્વારા રિમાઇન્ડર્સ મોકલીને ગ્રેસ પિરિયડ આપી રહી છે, જેથી સેવા તાત્કાલિક બંધ ન થાય.
હવે યુઝર્સે KYV માટે ફક્ત તેમની નંબરપ્લેટ અને FASTagનો આગળનો ફોટો અપલોડ કરવાની જરૂર પડશે. બાજુનો ફોટો જરૂરી નથી. આ ચકાસણી પ્રક્રિયાને સરળ બનાવશે.
FASTags સંબંધિત અન્ય એક ફેરફારમાં નવી ટોલ પેનલ્ટી સિસ્ટમનો સમાવેશ થાય છે, જે 15 નવેમ્બર, 2025થી અમલમાં આવશે. FASTags વગરનાં વાહનો પાસેથી UPI ચુકવણી માટે પ્રમાણભૂત ટોલ ફીના 1.25 ગણા વધુ ચાર્જ લેવામાં આવશે. રોકડ ચુકવણી અગાઉના ટોલ ફી કરતા બમણી હશે.

લાઇફ સર્ટિફિકેટ જમા કર્યું નહીં તો પેન્શન અટકી શકે છે

પેન્શન મેળવતા કેન્દ્ર અને રાજ્ય સરકારના નિવૃત્ત કર્મચારીઓએ નવેમ્બરના અંત સુધીમાં નજીકની બેંક શાખામાં આ વર્ષનું ‘જીવન પ્રમાણપત્ર’ જમા કરાવવું પડશે.
જે કર્મચારીઓ નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)માંથી યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS)માં સ્વિચ કરવા માગે છે તેમણે પણ નવેમ્બરના અંત સુધીમાં આ કાર્ય પૂર્ણ કરવું પડશે.

કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં રૂ.6.50 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે

આજથી 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ-સિલિન્ડરનો ભાવ 6.50 રૂપિયા સસ્તો થયો છે. કોલકાતામાં એની કિંમત 6.50 રૂપિયા ઘટીને 1694 રૂપિયા થઈ ગઈ છે. પહેલા એ 1700.50 રૂપિયામાં ઉપલબ્ધ હતું. ચેન્નઈમાં હવે 1750 રૂપિયામાં ઉપલબ્ધ થશે, જે 40 રૂપિયાનો ઘટાડો દર્શાવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!