ઈન્ડિયન વુમન્સ ટીમે પહેલીવાર વર્લ્ડ કપનું ટાઇટલ જીત્યું. જ્યારે સાઉથ આફ્રિકન ટીમનું ટાઇટલ જીતવાનું સપનું ચકનાચૂર કર્યું હતું. આ સાથે જ ભારતીય ટીમની જીત પછી ઈનામોનો વરસાદ થઈ રહ્યો છે.
ભારતની વુમન્સ ક્રિકેટ ટીમે ઇતિહાસ રચતાં વન-ડે વર્લ્ડ કપ 2025 પોતાના નામે કર્યો. 2 નવેમ્બરના રોજ નવી મુંબઈના ડીવાય પાટીલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને 52 રનથી હરાવ્યું. આ સાથે જ ઈન્ડિયન વુમન્સ ટીમે પહેલીવાર વર્લ્ડ કપનું ટાઇટલ જીત્યું. જ્યારે સાઉથ આફ્રિકન ટીમનું ટાઇટલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું.
ભારતીય ટીમની જીત પછી ઈનામોનો વરસાદ થઈ રહ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ખેલાડીઓ અને ટીમના સપોર્ટ સ્ટાફ માટે મોટી જાહેરાત કરી છે. BCCI ભારતીય ટીમને પ્રાઇઝ મની તરીકે 51 કરોડ રૂપિયા આપશે. BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ આ વાતની પુષ્ટિ કરી છે. ભારતીય મહિલા ટીમને પહેલીવાર આટલી મોટી ઈનામી રકમ મળવા જઈ રહી છે.
સેક્રેટરી દેવજીત સૈકિયાએ સમાચાર એજન્સી ANI સાથેની વાતચીતમાં જણાવ્યું, ‘1983માં કપિલ દેવે ભારતને વર્લ્ડ કપ જિતાડીને ભારતીય ક્રિકેટને નવી ઊર્જા અને પ્રેરણા આપી હતી. હવે હરમનપ્રીત કૌર અને તેમની ટીમે એ જ જોશ અને ઉત્સાહ ફરી જગાડી દીધો છે. તેમણે માત્ર ટ્રોફી જ નથી જીતી, પરંતુ આખા દેશનું દિલ જીતી લીધું છે.’
