ત્રાગડ અંડરપાસની કામગીરીના કારણે 11 કિમી ફરવું પડશે, SP રિંગ રોડના બંને તરફના રસ્તા વારાફરતી 20-20 દિવસ બંધ રહેશે
Views: 206
0 0

Read Time:5 Minute, 15 Second

અમદાવાદના SP રિંગ રોડ પર ભારે વરસાદના કારણે ખાડાઓ પડી ગયા હોય જેથી આગામી 5 અથવા 7 નવેમ્બર થી ત્રાગડ અંડરપાસમાં અને ભાટ ઓવરબ્રિજમાં રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવશે.

સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના શહેરોને જોડતા અમદાવાદના SP રિંગ રોડ પર ભારે વરસાદના કારણે ખાડાઓ પડી ગયા હોય અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA) દ્વારા બે બ્રિજ અને અંડરપાસમાં સમારકામ કરવાનો નિર્ણય કર્યો છે. SP રિંગ રોડ પર આવેલા ત્રાગડ અંડરપાસમાં 5 કે 7 નવેમ્બરથી રેલવે કલ્વર્ટમાં રીપેરીંગ કામ શરૂ કરાશે. જેના કારણે SP રિંગ રોડ પરના બંને રસ્તાને વારાફરતી 20-20 દિવસ વાહનો માટે બંધ કરવાનો નિર્ણય કરાયો છે. ખાસ કરીને ઝુંડાલથી વૈષ્ણોદેવી અને વૈષ્ણોદેવીથી ઝુંડાલ તરફ SP રિંગ રોડ પરથી જતા વાહનચાલકોને અસર થશે. ડાયવર્ઝનના કરાણે વાહનચાલકોએ 11 કિમીનો ચકરાવો લેવો પડશે. તંત્ર દ્વારા વૈકલ્પિક રૂટ જાહેર કરી દેવામાં આવ્યો છે.

ત્રાગડ અંડરપાસમાં આગામી ત્રણ થી ચાર દિવસમાં કામગીરી શરૂ થશે. AUDA દ્વારા ત્રણ ટીમો બનાવવામાં આવી છે. ઝડપથી કામગીરી પૂર્ણ થાય અને વાહન ચાલકોને હાલાકી ન પડે તેના માટે 18 થી 20 કલાક કામગીરી કરવામાં આવશે. કામગીરીના પગલે વાહનોને ડાયવર્ઝન આપવામાં આવશે. ત્રાગડ અંડરપાસમાં બંને તરફ કામગીરી કરવાની હોવાના કારણે સૌપ્રથમ એક તરફના ભાગમાં કામગીરી થશે. વાહન ચાલકો માટે ઝુંડાલ સર્કલથી વૈષ્ણોદેવી તરફનો માર્ગ 20 દિવસ માટે બંધ રહેશે જ્યારે બીજા ફેઝમાં વૈષ્ણોદેવીથી ઝુંડાલ તરફનો માર્ગ પણ 20 દિવસ માટે બંધ રહેશે.

વૈકલ્પિક માર્ગ તરીકે વાહનચાલકોએ ઝુંડાલ તરફથી વૈષ્ણોદેવી જતા ભાગમાં કામગીરી થશે ત્યારે તપોવન સર્કલ થઈને ઝુંડાલ થી આવતા વાહનોએ ઝુંડાલ સર્કલ બ્રિજ નીચેથી અડાલજ સર્કલથી મહારાજા હોટલ થઈ વૈષ્ણોદેવી સર્કલ તરફ અવરજવર કરી શકાશે જ્યારે વૈષ્ણોદેવી થી ઝુંડાલ તરફ જતા ભાગમાં કામગીરી થશે ત્યારે વૈષ્ણોદેવી સર્કલથી અડાલજ ત્રિમંદિર તરફ થઈને અડાલજ સર્કલથી ઝુંડાલ તરફ આવી શકાશે. આ વૈકલ્પિક રોડ પરથી પસાર થતાં 11 કિલોમીટર કરવું પડશે.

ભાટ રેલવે ઓવરબ્રિજ ઉપર પણ અનેક ખાડાઓ પડી ગયા છે જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અવારનવાર આ બ્રિજ ઉપર મોટા ખાડા પડી જાય છે જેના કારણે થઈને ટ્રાફિક જામની સ્થિતિ ઉભી થાય છે. ભાટ ઓવરબ્રિજ પર ટ્રાફિકજામના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરતા હોય છે. અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા બે મહિના પહેલા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું જેમાં કોઈ પણ પ્રકારની સ્ટ્રકચરલ ખામી જોવા મળી ન હતી. ઓવરબ્રિજ ઉપર રોડની જે સરફેસ બનાવવામાં આવેલી છે તેમાં ખાડાઓ પડી જાય છે. રોડ મજબૂત કરવા માટે કરવામાં સરફેસ ઘસાઈ જવાના કારણે સળિયા બહાર દેખાયા છે. જેથી તેમાં રોડને સિમેન્ટ કોંક્રીટ વડે સરફેસ કરવાની જરૂરિયાત ઊભી થતા હવે તેને રીપેરીંગ કરવામાં આવશે.

ભાટ ઓવરબ્રિજ ઉપર પણ રીપેરીંગની કામગીરી શરૂ કરવાની હોવાના પગલે આગામી બે દિવસમાં ટ્રાફિક પોલીસ સાથે ટ્રાફિક ડાયવર્ઝન માટેની બેઠક કરવામાં આવશે. ભાટ ઓવરબ્રિજ પર કરાઈથી ભાત ટોલટેક્સ તરફ જવાના રોડની કામગીરી દરમિયાન સંભવિત ટ્રાફિક ડાયવર્ઝન નાનાચિલોડા સર્કલથી જ આપવામાં આવશે. ભારે વાહનોએ નાનાચિલોડાથી મોટા ચિલોડા રક્ષા શક્તિ યુનિવર્સિટી સર્કલથી ગાંધીનગર હાઇવેથી તપોવન- વૈષ્ણોદેવી સર્કલ તરફ જઈ શકશે જેના માટે અંદાજે 30 કિલોમીટરથી પણ વધારે ફરવું પડી શકે છે. બંને તરફના બ્રિજ એક બાદ એક બંધ કરવામાં આવશે. નાના વાહનો નરોડા નોબલ નગર ઇન્દિરા બ્રિજ થઈને ભાટ તરફ આવી શકશે. જોકે આ કામગીરી અંદાજે 15 નવેમ્બર બાદ શરૂ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!