89 વર્ષીય ધર્મેન્દ્ર પંચમહાભૂતમાં વિલીન: રાષ્ટ્રપતિ-PMએ શોક વ્યક્ત કર્યો, હી મેનને યાદ કરી સેલિબ્રિટીઝે ભાવુક પોસ્ટ શેર કરી
Views: 84
0 0

Read Time:4 Minute, 29 Second

આજે પીઢ એક્ટર ધર્મેન્દ્રનું અવસાન થયું છે. બપોરે 89 વર્ષીય ધર્મેન્દ્રના ઘરની બહાર એમ્બ્યુલન્સ આવી હતી. આ દરમિયાન ઘર તથા પવન હંસ સ્મશાન ઘાટની સુરક્ષા સઘન કરવામાં આવી હતી. એમ્બ્યુલન્સની સાથે આખો દેઓલ પરિવાર જોવા મળ્યો હતો. ઉપરાંત સલમાન ખાન, સંજય દત્ત, અમિતાભ બચ્ચન અને આમિર ખાન સહિત અનેક હસ્તીઓ હાજર રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીઢ એક્ટર ધર્મેન્દ્રના મૃત્યુને એક યુગના અંતની નિશાની ગણાવી હતી.

  • બપોરે 1 વાગ્યાની આસપાસ ધર્મેન્દ્રના ઘરની બહાર એક એમ્બ્યુલન્સ આવી.
  • ઘરની બહાર બેરિકેડિંગ અને સુરક્ષા વધારી દેવામાં આવી.
  • બપોરે 1:10 વાગ્યે, IANS એ ધર્મેન્દ્રના અવસાનની જાહેરાત કરી.
  • વિલે પાર્લે સ્થિત પવનહંસ સ્મશાનગૃહમાં સુરક્ષા વધારી દેવામાં આવી.
  • અમિતાભ બચ્ચન અને સલમાન ખાન સહિત ઘણી હસ્તીઓ સ્મશાનગૃહમાં પહોંચી.

ધર્મેન્દ્ર છેલ્લા કેટલાક સમયથી ઉંમર સંબંધિત બીમારીઓ સામે ઝઝૂમી રહ્યા હતા. 10 નવેમ્બરના રોજ તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી અને તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આ દરમિયાન તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. મીડિયામાં તેમના મૃત્યુના અહેવાલો પણ આવ્યા હતા, પરંતુ તેમના પરિવારે તેમને નકારી કાઢ્યા હતા. 12 નવેમ્બરના રોજ, ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, અને ડોક્ટરોએ તેમને ઘરે જ સારવાર ચાલુ રાખવાની સલાહ આપી હતી.

બોલીવુડના હીમેન ધર્મેન્દ્રએ દુનિયાને અલવિદા કહી દીધુ છે. 89 વર્ષની વયે ધર્મેન્દ્રએ અંતિમ શ્વાસ લીધા. બોલીવુડના અનેક કલાકારો સહિત અનેક દિગ્ગજ નેતાઓએ પોસ્ટ શેર કરીને તેમને શ્રદ્ધાજંલિ પાઠવી છે.

હેમા માલિની સ્મશાનગૃહથી ઘરે જવા રવાના થયા

કરીના કપૂર ખાને દાદા રાજકપૂર સાથે ધર્મેન્દ્રનો ફોટો પોસ્ટ કર્યો
https://www.instagram.com/p/DRbuqOgjJBk/?utm_source=ig_embed&ig_rid=95a6fc28-ceb6-4641-9b4e-0f65dbcf2a1a

રાહુલ ગાંધીએ શોક વ્યક્ત કર્યો

ગૃહમંત્રી અમિત શાહે શોક વ્યક્ત કર્યો

અલવિદા! ધર્મેન્દ્ર પંચમહાભૂતમાં વિલીન, પત્ની હેમામાલિનીના ચહેરા પર ગમગીની જોવા મળી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શોક વ્યક્ત કર્યો

PM મોદીએ ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ આપી

શિલ્પા શેટ્ટી થઇ ભાવુક
શિલ્પા શેટ્ટીએ ધર્મેન્દ્રના અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું છે અને ઈન્સ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટ શેર કરી છે.
https://www.instagram.com/p/DRbvKuGkp0v/?utm_source=ig_embed&ig_rid=a2cdee37-392f-496b-9117-8275a170d9a5

કપિલ શર્માએ પણ ધર્મ પાજી સાથે ફોટો શેર કરીને લખી ભાવુક પોસ્ટ
https://www.instagram.com/p/DRbx_qwDA7v/?utm_source=ig_embed&ig_rid=7ad7c085-48ec-4fb7-8a54-f18305b690fe

બોલીવુડ ફિલ્મમેકર કરણ જોહરે એક પોસ્ટ કરીને દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના અવસાનની પુષ્ટિ કરી છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું “આ એક યુગનો અંત છે. એક બહુ મોટા મેગાસ્ટાર. મુખ્યધારા સિનેમામાં એક હીરોનો અવતાર… અવિશ્વસનીય રીતે સુંદર અને ખુબ જ રહસ્યમય સ્ક્રીન પ્રેસન્સ… તેઓ ભારતીય સિનેમાના સાચા દંતકથા છે અને હંમેશા રહેશે…”

અક્ષય કુમારે ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ આપી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!