અયોધ્યા: આજે PM મોદીના હસ્તે પ્રથમવાર 191 ફૂટ ઊંચા મુખ્ય શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું. આ ધજા અમદાવાદમાં બનાવવામાં આવી છે
Views: 116
1 0

Read Time:3 Minute, 2 Second

રામમંદિરના શિખર પર કેસરિયો ધ્વજ લહેરાયો છે. . પીએમ મોદી રોડ શો યોજીને રામમંદિર પહોંચ્યા હતા. મંદિર પરિસરમાં આવેલા દેવ સ્થાનો પર પીએમ મોદીએ શિષ ઝુકાવ્યું હતું.

પીએમ મોદી ધર્મ ધ્વજા લઇને રામલલ્લાના દર્શને પહોંચ્યા. પીએમ મોદીએ અહીં ધર્મ ધ્વજા ભગવાનના ચરણોમાં ્અર્પણ કરીને આરતી કરી. આજે રામલલ્લાને અનોખો સાજ શણગાર કરવામાં આવ્યો છે.

આજે પીએમ મોદીના હસ્તે પ્રથમવાર 191 ફૂટ ઊંચા મુખ્ય શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું. આ ધજા અમદાવાદમાં બનાવવામાં આવી છે. 11 ફૂટ પહોળી અને 22 ફૂટ લાંબી ધજા બનાવવાનું કામ શ્રી અંબિકા એન્જિનિયરિંગ વર્કસ દ્વારા કરવામાં આવ્યું છે. આ ધજા તૈયાર કરવા માટે રામ મંદિર ટ્રસ્ટ તરફથી જ કેવા પ્રકારની ધજા બનાવવાની છે એની ડિઝાઇન આપવામાં આવી હતી. ત્યાર બાદ 10 કારીગરોએ 25 દિવસમાં તૈયાર કરી દીધી છે.

આ ઐતિહાસિક ક્ષણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, RSSના વડા મોહન ભાગવત અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત આમંત્રિત મહેમાનો હાજર રહ્યા.
રામમંદિરના સ્વર્ણ શિખર પર ધર્મ ધ્વજા ફરકાવવામાં આવી છે. આ પ્રસંગે પીએમ મોદીની સાથે સીએમ યોગી તથા મોહન ભાગવત ઉપસ્થિત રહ્યા હતા.

આ ધર્મધ્વજ ફક્ત એક ધ્વજ નથી. તે ભારતીય સભ્યતાના પુનર્જીવનનો ધ્વજ છે. ભગવો રંગ, સૂર્યવંશનું ચિહ્ન, ‘ઓમ’ શબ્દ અને કોવિદાર વૃક્ષ રામ રાજ્યના મહિમાનું પ્રતિક છે. આ ધ્વજ એક સંકલ્પ છે, એક સફળતા છે, સર્જન માટે સંઘર્ષની વાર્તા છે, 100 વર્ષના સંઘર્ષનું ભૌતિક સ્વરૂપ છે… આવનારી હજારો સદીઓ સુધી, આ ધ્વજ ભગવાન રામના મૂલ્યોનો પ્રચાર કરશે… સત્ય એ ધર્મ છે… કોઈ ભેદભાવ કે દુઃખ ન હોવું જોઈએ, અને શાંતિ અને સુખ હોવું જોઈએ… કોઈ ગરીબી ન હોવી જોઈએ, અને કોઈ લાચાર ન હોવું જોઈએ…”

“આજે, આખું ભારત અને વિશ્વ રામથી ભરેલું છે. દરેક રામ ભક્તના હૃદયમાં અસાધારણ સંતોષ છે. અનંત કૃતજ્ઞતા છે. અગમ્ય અલૌકિક આનંદ છે. સદીઓના ઘા રૂઝાઈ રહ્યા છે. સદીઓના દુ:ખ આજે શાંત થઈ રહ્યા છે. સદીઓનો સંકલ્પ આજે પૂર્ણ થઈ રહ્યો છે. આજે તે બલિદાનની પૂર્ણાહુતિ છે જેની અગ્નિ 500 વર્ષ સુધી પ્રજ્વલિત રહી..

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!