ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા એકેડેમિક કેલેન્ડર જાહેર, મે મહિનામાં ઇન્ટર્નશિપ યોજાશે
Views: 72
0 0

Read Time:3 Minute, 10 Second

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. વર્ષ 2026 માટેનું તમામ કોર્સનો એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યું છે.

UGCના આદેશ બાદ સમયસર પરીક્ષા યોજાય અને પરિણામ પણ જાહેર થઈ જાય તે માટે ટેનટીટીવ તારીખ પણ જાહેર કરવામાં આવી છે. પરીક્ષા ક્યારે યોજાશે અને પરિણામ ક્યારે જાહેર થશે તે માટેની તારીખ પણ એકેડેમિક કેલેન્ડરમાં જાહેર કરવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓને તૈયારી કરવા માટે પણ આ એકેડેમી કેલેન્ડર મદદરૂપ થવાનું છે.

UGC દ્વારા થોડા દિવસ પહેલા દેશની તમામ સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓને એક પરિપત્ર કરવામાં આવ્યો છે. નિયત સમયમાં પરીક્ષા યોજવા અને ડિગ્રીઓમાં આપવામાં કોઈપણ પ્રકારનો વિલંબ ન કરવા તમામ યુનિવર્સિટીઓને સૂચના આપવામાં આવી છે. કારણ કે ઘણી એવી યુનિવર્સિટી હતી કે જે નિયમ સમયમાં પરીક્ષા યોજતી નહતી અને ડિગ્રી આપવામાં પણ વિલંબ કરતી હતી, જેના કારણે વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા હતા.

જેથી પરિપત્ર જાહેર કરી UGC એ નિયમોનું પાલન કરવા સૂચના આપી છે, તેમજ નિયમોનું પાલન નહીં કરાય તો કડક કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. જેથી હવે યુનિવર્સિટીઓ એકેડેમીક કેલેન્ડર જાહેર કરતી વખતે આ બાબતનું ધ્યાન રાખી રહી છે.

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા 2026 માટેનું એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે, તેમાં UGC ના આદેશોનું પાલન કરવામાં આવ્યું છે. સમયસર પરીક્ષા યોજાય તે માટેની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. પરંતુ ટેન્ટીટીવ તારીખ જાહેર કરવામાં આવી છે તે પ્રમાણે પરીક્ષા યોજાઈ જાય તો વિદ્યાર્થીઓને પણ ઘણો ફાયદો થઈ શકે છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા 90 જેટલા કોર્સનું એકેડેમી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે.

જે પહેલી જાન્યુઆરી 2026થી શરૂઆત થવાની છે. તેમજ ડોક્ટર ઓફ ફાર્મસી પોસ્ટ-બેકલોરિયેટ કોર્સના વિદ્યાર્થીઓની મે મહિનામાં ઇન્ટર્નશિપ યોજાશે. જો કોઈ કારણોસર શૈક્ષણિક સત્રમાં શિક્ષણ દિવસોની સંખ્યા 90 દિવસથી ઓછી થઈ જાય, તો વધારાના વર્ગોની વ્યવસ્થા કરીને નુકસાનની ભરપાઈ કરવાની જવાબદારી સંસ્થાને સોંપવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!