અમદાવાદના પશ્ચિમ ઝોનમાં 5 ડિસેમ્બર (શુક્રવાર)ના રોજ સાંજના સમયે મોટાભાગના વિસ્તારોમાં પાણીનો પુરવઠો બંધ રહેશે
Views: 54
0 0

Read Time:1 Minute, 38 Second

અમદાવાદના પશ્ચિમ ઝોનના રહેવાસીઓ માટે અગત્યના સમાચાર છે. 5 ડિસેમ્બર (શુક્રવાર)ના રોજ સાંજના સમયે મોટાભાગના વિસ્તારોમાં પાણીનો પુરવઠો બંધ રહેશે. કોતરપુર વોટર વર્ક્સથી આવતી મુખ્ય પાઈપલાઈનમાં સમારકામના કામને કારણે આ શટડાઉન લેવામાં આવ્યું છે.

પશ્ચિમ ઝોનના લગભગ તમામ વિસ્તારોમાં સાંજે પાણી નહીં મળે. મુખ્ય અસરગ્રસ્ત વિસ્તારોમાં વાસણા, પાલડી,નવરંગપુરા, આશ્રમરોડ વિસ્તાર,નારણપુરા, ન્યૂ રાણીપ,ચાંદખેડા, સાબરમતી વિસ્તારનો સમાવેશ થાય છે. માત્ર રાણીપ, બલોલનગર, અને નવા વાડજ આ વિસ્તારમાં સાંજે જ પાણીનો પુરવઠો મળી રહેશે.

કોતરપુર વોટર વર્ક્સથી આવતી મુખ્ય પાઈપલાઈનમાં મરામતની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચીમનભાઈ પટેલ ઓવરબ્રિજ નજીક (R.T.O. સર્કલ તરફ) જેલ વિભાગના પરિસરમાં આવેલી 1600 મી.મી. વ્યાસની વેસ્ટર્ન ટ્રન્ક મેઈન્સમાં થયેલું લીકેજ રીપેર કરવું. મોટેરા ચાર રસ્તા પાસે આવેલ આકાશ દર્શન વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનની ફીડર લાઇનને 1300 મીમી વ્યાસની હયાત લાઇન સાથે જોડવાની અને ઇનસાઇડ પ્લેટ કટિંગની કામગીરી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!