અમદાવાદ એરપોર્ટ પર મદીનાથી હૈદરાબાદ જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E058નું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે
Views: 94
0 0

Read Time:1 Minute, 30 Second

અમદાવાદ એરપોર્ટ પર બપોરે 12 વાગ્યે ફ્લાઈટ લેન્ડ થઈ હતી. ફ્લાઇટમાં 180થી વધારે પેસેન્જર અને 6 ક્રૂ મેમ્બર હાજર હતા.

ઝોન 4 DCP અતુલ બંસલે જણાવ્યું હતું કે પોલીસને જાણ થતા પોલીસની ટીમ એરપોર્ટ પહોંચી છે. અત્યારે તમામ મુસાફરોનું બોર્ડિંગ કરાવીને એરપોર્ટમાં લાવવામાં આવ્યા છે. શંકાસ્પદ વ્યક્તિની પણ અટક કરવામાં આવી છે. હાલ ફ્લાઇટનું ચેકિંગ કરીને આગળની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.

ઝોન 4 DCP અતુલ બંસલે જણાવ્યું હતું કે બોમ્બ થ્રેટ મામલે તપાસ ચાલી રહી છે. આ અંગે અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવશે.

મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને તુરંત જ બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS), પોલીસ અને અન્ય તપાસ ટીમો એરપોર્ટ પર દોડી આવી હતી. હાલમાં વિમાનને આઇસોલેશન બેમાં લઈ જઈને તેની સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ ધમકી ખોટી છે કે કેમ, તેની ખાતરી કરવા માટે સુરક્ષાકર્મીઓ ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે. તાજેતરમાં પ્લેનમાં બોમ્બ હોવાની ધમકી મળવાની આ વધુ એક ઘટના છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!