અમદાવાદમાં ગત વર્ષે દુબઈ, હોંગકોંગ અને સિંગાપોર જેવા દેશોમાં યોજાતા શોપિંગ ફેસ્ટિવલ જેવો જ ફેસ્ટિવલ યોજાયો હતો. ગત વર્ષે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 95 દિવસના ફેસ્ટિવલનો પ્રારંભ કરાવ્યો હતો. આ વર્ષે પણ ફરીવાર શહેરમાં શોપિંગ ફેસ્ટિવલ યોજાશે. જેમાં વોકલ ફોર લોકલને પ્રાથમિકતા આપવામાં આવશે. વેપારીઓ સ્વદેશી ચીજવસ્તુઓનું વેચાણ કરે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં આગામી 5 ડિસેમ્બરથી 16 જાન્યુઆરી સુધી શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.
https://www.instagram.com/reel/DR1V50_k57j/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2025-26 અંતર્ગત શહેરના 6 મુખ્ય શોપિંગ ડિસ્ટ્રિક્ટ તથા 12 થી વધુ હોટસ્પોટ ઝોનને સક્રિય કરવામાં આવ્યા છે. જેમાં સિંધુ ભવન રોડ, સી.જી. રોડ, નિકોલ મોડર્ન સ્ટ્રીટ, કાંકરીયા–રામબાગ રોડ, વાસ્ત્રાપુર, પ્રહલાદનગર, સાયન્સ સિટી, રિવરફ્રન્ટ, લૉ ગાર્ડન, મણેકચોક અને શહેરના અગ્રણી મોલ્સ જેવા વિસ્તારો શોપિંગ સેવાઓ અને મનોરંજન કાર્યક્રમોથી ધમધમી ઉઠશે. આ ફેસ્ટિવલ પરંપરાગત રિટેલ કરતાં આગળ વધીને એક સંપૂર્ણ અનુભવ પ્રદાન કરશે. આયોજનમાં ફૂડ અને કુલિનરી અનુભવો, શોપિંગ તથા આર્ટીઝન માર્કેટ, લાઇવ મ્યુઝિક અને સાંસ્કૃતિક રજૂઆતો, રમતગમત પ્રવૃત્તિઓ, યુવા ઝોન્સ અને પારિવારિક મનોરંજન માટેના વિશિષ્ટ વિસ્તારોનો સમાવેશ થાય છે.
ફરી એકવાર કેન્દ્રીય ગૃહપ્રધાન અમદાવાદની મુલાકાતે આવવાના છે. આગામી પાંચથી 7 ડિસેમ્બરથી 7 સુધી અમદાવાદમાં વિવિધ વિકાસ કાર્યોમાં હાજર રહેશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમદાવાદમાં આવેલા જીએમડીસી ગ્રાઉન્ડમાં પાંચમી ડિસેમ્બરે સ્વદેશોત્સવ કાર્યક્રમમાં હાજર રહેશે. આ સિવાય નારણપુરામાં 2 આવાસોના ડ્રો યોજાવાના છે, જેમાં તેઓ હાજર રહેશે. છેલ્લે અમદાવાદના ગોતા વિસ્તારમાં અમિત શાહ એક જાહેરસભાને પણ સંબોધન કરશે.