નવસારી ના મુનસાડ ગામે બે પુત્રો ની માતા ની કરપીણ હત્યા કરી હત્યારો ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે મળતી વિગતો મુજબ મરણ જનાર મહિલા સંગીતા હળપતિ ના લગ્ન અમદાવાદ ખાતે થયા હતા.જોકે તેના પતિ નું નિધન થતા તે નવસારી ના મુનસાડ ગામ માં આવી રહેવા લાગી હતી.જ્યાં તેનો પરિચય અડદા ગામ ના રાજુ જોડે થયો હતો. બંને ની આંખો મળી જતા તેઓ છેલ્લા ત્રણ વર્ષથી લિવ ઈન રિલેશન માં રહેવા લાગ્યા હતા.જોકે રાજુ અગાઉ થી પરણિત હોય, સંગીતા વારંવાર તે મુદ્દે ઝઘડો કરતી હતી.
ગત તારીખ ૨૬ ઓગસ્ટ ના રોજ રાજુ સંગીતા અને સંગીતા નો નાનો દીકરો ભેગા મળી ઘર થી દૂર ચાર કાપવા માટે ગયા હતા.જ્યાં સંગીતા અને રાજુ વચ્ચે ફરીથી ઝગડો થયો હતો.જ્યાં ઉશ્કેરાયેલા રાજુએ ક્રૂરતા પૂર્વક સંગીતા ને ચપ્પુ ના ઘા ઝીંકી દીધા હતા.માતા ને મારી રહેલા રાજુ ને જોતા પુત્ર બચાવ માટે દોડી આવ્યો હતો.જેને પણ રાજુ એ ચપ્પુ ના ઘા ઝીંકી દીધા હતા.અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
બીજી તરફ મુનસાડ ગામ માં બૂમરાણ થતા નવસારી ગ્રામ્ય પોલીસ દોડી આવી હતી.પોલીસે સંગીતા ના મૃતદેહ નો કબજો લઈ તેના પુત્ર ને સારવાર માટે હોસ્પિટલ ખસેડયો હતો.સાથે જ સનકી હત્યારા રાજુ ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.તે દરમિયાન પોલીસ ને રાજુ ના ફોન નું લોકેશન તે જ વિસ્તાર ની આજુ બાજુ મળ્યું હતું.પરંતુ અંતરિયાળ વિસ્તાર અને ઘૂંટણ સમા કાદવ વચ્ચે હત્યારા ની શોધખોળ કરવી પોલીસ માટે અઘરી બની હતી.જેને લઈ જુદી જુદી ટીમો બનાવી ડ્રોન સર્વેલન્સ ના માધ્યમ થી પોલીસે હત્યારા ની શોધખોળ હાથ ધરી હતી.તે દરમિયાન પોલીસ ને લાલ રંગ નો શર્ટ પહેરેલ કોઈક વ્યક્તિ અંતરિયાળ જંગલ જેવા વિસ્તારમાં હોવાનું પોલીસ ને ડ્રોન કેમેરામાં દેખાયું હતું.પોલીસે સ્થાનિક લોકો ને મદદ લીધી.અને લગભગ ત્રણ કિલોમીટર જેટલો વિસ્તાર ખુંદયા બાદ એક સ્થળે પહોંચી.જ્યાં રાજુ પોલીસ ને વૃક્ષ ઉપર લટકતી હાલત માં મળી આવ્યો.પોતાની પ્રેમિકા ની હત્યા કર્યા બાદ તુરંત જ ફરાર થઈ રાજુએ વૃક્ષ ઉપર દોરડા વડે ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી.હાલ આ મામલા માં પોલીસે સંગીતા ની હત્યા અને રાજુ ની આત્મહત્યા મામલે બે અલગ ગુના નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.
