૧લી જાન્યુઆરીએ સવારે ૭ થી ૮ કલાકે YouTube Liveના માધ્યમથી નાગરિકો એકસાથે સૂર્ય નમસ્કાર કરશે
Views: 161
1 0

Read Time:4 Minute, 47 Second

કઈ રીતે જોડાવું ? નાગરિકોએ ૧લી જાન્યુઆરીએ સવારે ૭:૦૦ વાગ્યે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સત્તાવાર YouTube ચેનલ પર લાઈવ જોડાઈ જવાનું રહેશે. વધુ વિગતો અને રજીસ્ટ્રેશન માટે https://suryanamaskar.gsyb.in ની મુલાકાત લેવા રાજ્ય યોગ બોર્ડ દ્વારા જણાવાયું છે.

નવા વર્ષની પ્રથમ સૂર્ય કિરણને નમસ્કાર: ‘સૂર્ય નમસ્કાર અને ધ્યાન’ સત્ર યોજાશે
આગામી ૧લી જાન્યુઆરીએ સવારે ૭ થી ૮ કલાકે YouTube Liveના માધ્યમથી નાગરિકો એકસાથે સૂર્ય નમસ્કાર કરશે
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી પણ આ ઐતિહાસિક સત્રમાં જોડાઈને યુવાધનને આપશે પ્રોત્સાહન
વિવિધ સ્વરૂપે ભારતીય સંસ્કૃતિ અપનાવવા રાજ્યના GenZને આહવાન
સહભાગી થનાર તમામ નાગરિકોને મળશે ડિજિટલ સર્ટિફિકેટ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આગામી ૧લી જાન્યુઆરી ૨૦૨૬ના રોજ એક ઐતિહાસિક અને ગૌરવશાળી કાર્યક્રમ ‘નવા વર્ષની પ્રથમ સૂર્ય કિરણને નમસ્કાર’નું આયોજન કરવામાં આવ્યું છે. આજની યુવા પેઢી નવા વર્ષની ઉજવણીમાં પાર્ટીઓ તરફ વળી રહી છે, ત્યારે તેમને આપણી પ્રાચીન ભારતીય યોગ સંસ્કૃતિ તરફ વાળવા માટે આ અનોખું અભિયાન હાથ ધરાયું છે.નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી પણ આ ઐતિહાસિક સત્રમાં જોડાઈને રાજ્યના યુવાધનને વધુ પ્રોત્સાહન આપશે.

ઘરે બેઠા લાખો નાગરિકો જોડાશે:
આ કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા એ છે કે તે સંપૂર્ણપણે YouTube Live ના માધ્યમથી પ્રસારિત થશે. રાજ્યના ખૂણેખૂણેથી લાખો નાગરિકો, વિદ્યાર્થીઓ, ખેલાડીઓ અને સરકારી કર્મચારીઓ આગામી ૧લી જાન્યુઆરી ૨૦૨૬એ સવારે ૭:૦૦ થી ૮:૦૦ કલાકે પોતાના મોબાઈલ દ્વારા લાઈવ સત્રમાં જોડાઈ શકશે. દરેક વ્યક્તિ પોતાના ઘરના આંગણે, અગાસી પર કે નજીકના બગીચામાં રહીને સૂર્ય નમસ્કાર અને ધ્યાન દ્વારા નવા વર્ષનું સ્વાગત કરશે.

પાર્ટીથી યોગ તરફનો સંદેશ:
આ કાર્યક્રમ પાછળનો મુખ્ય હેતુ આજની યુવા પેઢી (GenZ)ને એ સંદેશ આપવાનો છે કે ૧લી જાન્યુઆરી એ માત્ર વેસ્ટર્ન કલ્ચરની જેમ નવા કેલેન્ડર વર્ષ ઉજવવાનો દિવસ નથી, પરંતુ આપણા શરીર અને મનને ઊર્જાવાન બનાવવાનો અવસર છે. નૂતન વર્ષની સૂર્યનારાયણની નૂતન કિરણને નમસ્કાર કરવાનો અવસર છે. ‘વેસ્ટર્ન કલ્ચરથી યોગ તરફ’ અને ‘વિદેશીથી સ્વદેશી તરફ’ના મંત્ર સાથે આ કાર્યક્રમ ગુજરાતના યુવાધનને નવી દિશા આપશે.
ડિજિટલ સર્ટિફિકેટ દ્વારા પ્રોત્સાહન:
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આ કાર્યક્રમમાં સહભાગી થનાર દરેક નાગરિકને પ્રોત્સાહિત કરવા માટે ડિજિટલ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે. લાઈવ સત્ર દરમિયાન આપવામાં આવેલી લિંક દ્વારા જોડાનાર તમામ સહભાગીઓ પોતાનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકશે.
સહયોગ અને જનભાગીદારી:
આ ઐતિહાસિક કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગો, શિક્ષણ સંસ્થાઓ, રમતગમત એકેડમી અને સામાજિક સંસ્થાઓ પણ જોડાશે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તમામ નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે, ૧લી જાન્યુઆરીના પ્રથમ સૂર્યોદયને યોગ અને સૂર્ય નમસ્કાર સાથે વધાવે.

કઈ રીતે જોડાવું ? નાગરિકોએ ૧લી જાન્યુઆરીએ સવારે ૭:૦૦ વાગ્યે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સત્તાવાર YouTube ચેનલ પર લાઈવ જોડાઈ જવાનું રહેશે. વધુ વિગતો અને રજીસ્ટ્રેશન માટે https://suryanamaskar.gsyb.in ની મુલાકાત લેવા રાજ્ય યોગ બોર્ડ દ્વારા જણાવાયું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!