31ની ઉજવણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા અમદાવાદ શહેર પોલીસના કુલ 9000થી વધુ અધિકારીઓ/કર્મચારીઓ ખડેપગે
Views: 91
1 0

Read Time:4 Minute, 56 Second
  • મહિલાઓની સુરક્ષા માટે 71 જેટલી ખાસ ‘She Team’ પેટ્રોલિંગ કરશે
  • અમદાવાદ શહેરના 14 આંતર જિલ્લા ચેકપોસ્ટ તેમજ 63 નાકાબંધી પોઇન્ટ પર ચેકિંગની કામગીરી કરાશે

31મી ડિસેમ્બરની ઉજવણી અને નવા વર્ષને વધાવવા માટે અમદાવાદના શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને શહેરના એસ.જી.રોડ, સી.જી. રોડ, સિંધુ ભવન રોડ જેવા પ્રાઈમ લોકેશન તથા પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ, ક્લબ જેવા સ્થળોએ યુવાનો એકત્રિત થઈ નવા વર્ષની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરતા હોય છે.

આ ઉજવણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ શહેર પોલીસ સંપૂર્ણ રીતે સજ્જ અને કટિબદ્ધ છે. નવા વર્ષની ઉજવણીમાં નાગરિકોની સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેર પોલીસ દ્વારા વિશેષ તૈયારીઓ કરી દેવામાં આવી છે.

31મી ડિસેમ્બરે અમદાવાદ શહેર પોલીસના કુલ 9040 જેટલા અધિકારી/કર્મચારીઓ નાગરિકોની સુરક્ષામાં ખડેપગે રહેવાના છે, જેમાં ડી.સી.પી. /એ.સી.પી./ પી.આઈ. કક્ષાના અધિકારી મોડી રાત સુધી રસ્તા પર ઊતરી વિવિધ કામગીરીઓ સંભાળશે.

ખાસ કરીને 71 જેટલી ‘She Team’ પણ મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા મેદાનમાં ઊતરશે. શહેરમાં કુલ 63 નાકાબંધી પોઇન્ટ તથા 14 જેટલી ચેકપોસ્ટ ઊભી કરીને ડ્રગ્સ તથા અન્ય નશાકારક દ્રવ્યોની હેરાફેરી પર બાજનજર રખાશે.

આ ઉપરાંત QRTની 9 ટીમ, BDDSની 4 ટીમ, 123 જેટલી જનરક્ષક/PCR વાન, 39 સ્પીડ ગન કેમેરા, 2560 બોડીવાર્ન કેમેરા થકી પણ કાયદો વ્યસ્થા જળવાઈ તેનું મોનિટરીંગ કરવામાં આવશે. આ ઉપરાંત 443 જેટલા બ્રેથ એનાલાઈઝર અને સી.સી.ટી.વી સર્વેલન્સ માટે 4000થી વધુ કેમેરાનો ઉપયોગ કરાશે.

આ ઉજવણી સંદર્ભે અમદાવાદ શહેર પોલીસ દ્વારા વિશેષ પગલાં લેવાયાં છે. જેમાં ગેરકાયદેસર પ્રોહીબિશન પ્રવૃત્તિ સબંધે લિસ્ટેડ બુટલેગર્સ, અસામાજિક તત્ત્વો, તડીપાર ઇસમો, HS, MCR વગેરે પર નજર રાખી ચેક કરવામાં આવી રહ્યા છે. સ્પીડમાં વાહનો ચલાવનાર તથા સ્ટંટ કરતા વાહનચાલકો પર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ડ્રીંક એન્ડ ડ્રાઈવમાં કેસો કરવાની કાર્યવાહી પણ કરાઈ રહી છે. બંદોબસ્ત દરમિયાન જરૂરિયાત મુજબના મેગાફોન/ પીએ સિસ્ટમનો પણ ઉપયોગ કરવામાં આવશે. ક્રાઈમ બ્રાન્ચ/ એસ.ઓ.જી. દ્વારા અલગ અલગ ટીમો બનાવી હોટેલ/ ગેસ્ટ હાઉસ/ ક્લબ/ ફાર્મ હાઉસ પર ચેકીંગની કામગીરી કરાઈ રહી છે.

શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ, એસ.પી.રિંગ રોડ, સી.જી. રોડ નવરંગપુરા, એસ.જી.હાઈવે, સિંધુભવન રોડ, સોલા, સેટેલાઇટ, વસ્ત્રાપુર, આનંદનગર, એલિસબ્રિજ, ગાયકવાડ હવેલી, મણિનગર, અમરાઈવાડી જેવા વિસ્તારો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.

નાગરિકોની સુરક્ષા માટે 9040 જેટલા પોલીસ અધિકારી/કર્મચારીઓ ખડેપગે રહેશે, જેમાં જે.સી.પી./ એડિ. સી.પી. કક્ષાના 05 અધિકારીઓ, ડી.સી.પી. કક્ષાના 16 અધિકારીઓ, એ.સી.પી. કક્ષાના 28 અધિકારીઓ, પી.આઈ. કક્ષાના 115 અધિકારીઓ, પી.એસ.આઈ. કક્ષાના 225 અધિકારીઓ અને 5000 જેટલા હેડ કોન્સ્ટેબલ/પોલીસ કર્મચારીઓ, 02 એસ.આર.પી. કંપની અને 3500 જેટલા હોમગાર્ડ્સના જવાનો ફરજ પર હાજર રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ટ્રાફિકના સુચારૂ નિયમન માટે તા.31/12ના રોજ સાંજના 6 વાગ્યાથી તા.01/01ના રોજ સવારે 3 વાગ્યા સુધી ઉજવણીના તેમજ ભીડભાડવાળા સ્થળો પર ટ્રાફિક નિયમન જળવાઈ તે માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં વૈકલિપક રૂટ પણ જાહેર કરવામાં આવ્યા છે, જેનું પાલન કરવા નાગરિકોને શહેર પોલીસ દ્વારા અપીલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!