મીરાંભાયંદર પાલિકા ચૂંટણીમા આ વખતે અનેક અનુભવી નગરસેવકો સમાજસેવકને ભાજપા દ્વારા ઉમેદવારી ન અપાતા અપક્ષ ઉમેદવારી નોંધાવનારા છે. ભાયંદર પશ્ચિમમા વોર્ડ નમ્બર ૧ બ મા નગારા ચિન્હ પર ૩૫ વર્ષથી સમાજસેવા અને અનુભવી રાજકારણી રીટા શાહ પણ તેમાના એક છે.મુંબઇની માફક પણ મીરાંભાયંદર મા ઝુંપડપટ્ટીની સમસ્યા ઉકેલવા SRA યોજના લાગુ કરવાની તેમની માંગણી છે.
પહેલા કોંગ્રેસમાંથી નગરસેવીકા બનનારા રીટા શાહે અનેક વખતે લોકોની સમસ્યા ઉકેલવા પ્રશાશન સામે બાથ ભીડી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના વિચારધારાથી પ્રભાવિત રીટા શાહ પાણી સુંદર સમથળ રોડરસ્તા ગટર અને અન્ય જીવનજરૂરિયાત સુવિધા આપવા સક્ષમ છે. છેલ્લા ૧૫ વર્ષથી ભાજપામા જોડાઈ પ્રજાહિતનું કામ કરનારી સ્થાનિક ભાજરીટા શાહને પા વિધાનસભ્ય નરેન્દ્ર મહેતા એ ટિકિટ આપવાનું કહ્યું હતું. આથી તેમણે ફૉર્મ ભર્યું હતું છેલ્લે સુધી રાહ જુઓ કહ્યા બાદ ઉમેદવારી ન મળતા તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે નગારા ચિન્હ પર વોર્ડ નમ્બર ૧ બ માંથી ઉમેદવારી નોંધાવી. પરિણામ બાદ તેઓ પ્રજાલક્ષી કામ કરતાં રહેશે.
