Read Time:1 Minute, 3 Second
રાષ્ટ્ર્રના વિકાસ માટે શિક્ષિત અને તરવૈયા યુવાધન જરૂરી છે યુવાનો આવતીકાલનું ભવિષ્ય છે જો તેમને તક મળે તો વિશ્વમાં ભારતને આગળ વધતું કોઈ રોકી નહીં શકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શબ્દનું મીરાંભાયંદર પાલિકા ચૂંટણીમાં ભાજપા દ્વારા પાલન કરી બતાવ્યું છે.
મીરાંભાયંદર ભાજપ યુવામોરચાના જિલ્લાધ્યક્ષ રણવીર વાજપાઇએ જણાવ્યું કે ભાજપા દ્વારા ૧૩ યુવાન યુવતીઓને ઉમેદવારી આપવામાં આવી છે જે તમામ શિક્ષિત છે અને સમાજના વિકાસ ના ધ્યેય સાથે ચૂંટણી ના જંગ મા જુકાવ્યું છે. ભવિષ્યમાં આ અંક વધીને ૪૦ પણ થઈ શકે છે. દરેક કાર્યકર દિલથી મહેનત કરી મીરાંભાયંદર મા આ વખતે ૭૦થી વધુ બેઠક જીતવાનું લક્ષ્ય રાખે છે
