અજિત પવારના પ્લેન ક્રેશના CCTV: DyCM સહિત 5નાં મોત
મહિલા કો-પાઇલટના છેલ્લા શબ્દો હતા- ઓહ શિટ… ઓહ શિટ; બારામતીમાં લેન્ડિંગ દરમિયાન વિમાન અગનગોળો બન્યું
પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું મોત, જુઓ પ્લેન ક્રેશનો વીડિયો
મહારાષ્ટ્રના DyCM અજિત પવારનું પ્લેન ક્રેશમાં નિધન
વિમાનમાં સવાર તમામ 5 લોકોના મોત
બારામતીમાં લેન્ડિંગ દરમિયાન આખેઆખું વિમાન સળગી ગયું
https://www.instagram.com/reel/DUCt2IuE_j6/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
મહારાષ્ટ્રના બારામતી નજીક NCP નેતા અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું ખાનગી વિમાન ક્રેશ થયું હોવાના સમાચારથી ભારે હોબાળો મચી ગયો છે.
મહારાષ્ટ્રના બારામતી નજીક NCP નેતા અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું ખાનગી વિમાન ક્રેશ થયું હોવાના સમાચારથી ભારે હોબાળો મચી ગયો છે. પ્રારંભિક માહિતી અનુસાર, તેમનું ચાર્ટર્ડ વિમાન બારામતી એરપોર્ટ પર ઉતરવાનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો હતો. અજિત પવાર જિલ્લા પરિષદની ચૂંટણી સંબંધિત કાર્યક્રમોમાં ભાગ લેવા માટે મુંબઈથી બારામતી જઈ રહ્યા હતા. આ અકસ્માતમાં અજિત પવાર સહિત પાંચ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.
મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારનું નિધન થયું છે. તેઓ 66 વર્ષના હતા. બુધવારે સવારે 8:45 વાગ્યે બારામતીમાં તેમનું પ્લેન ક્રેશ થયું હતું. પ્રારંભિક અહેવાલો મુજબ, બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન આ અકસ્માત થયો હતો. પ્લેનમાં અજિત પવારની સાથે તેમના પર્સનલ આસિસ્ટન્ટ, સુરક્ષાકર્મી અને પ્લેન સ્ટાફ સહિત 5 લોકોના જીવ ગયા છે.
અત્યાર સુધી મળેલી માહિતી મુજબ, પવાર મુંબઈથી ચાર્ટર્ડ પ્લેનમાં બારામતી ગયા હતા. ત્યાં લેન્ડિંગ દરમિયાન પ્લેન રનવે પરથી લપસી ગયું હતું. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ અકસ્માતમાં પાંચ લોકોના મોતની પુષ્ટિ કરી છે. થોડીવાર પહેલા 6 લોકોના મોતની ખબર આવી હતી.
અજિત પવાર મહારાષ્ટ્ર પંચાયત ચૂંટણી માટે બારામતીમાં 4 સભાઓને સંબોધિત કરવા જઈ રહ્યા હતા. શરદ પવાર અને સુપ્રિયા સુલે દિલ્હીમાં હતા. અકસ્માતની જાણકારી મળતા જ તેઓ આખા પરિવાર સાથે બારામતી જવા રવાના થઈ રહ્યા છે. પરિવારના બાકીના સભ્યો તેમના મુંબઈ નિવાસસ્થાન માટે રવાના થઈ ગયા છે.