અમદાવાદના એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી એરપોર્ટ પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
https://www.instagram.com/reel/DUCzs66kzaK/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
અમદાવાદ એરપોર્ટને ફરી એક વખત અજાણ્યા શખસે બોમ્બથી ઉડાવવાની ધમકી આપી હતી. આ શખસે ઈ-મેલ દ્વારા ધમકી આપીને જણાવ્યું હતું કે એરપોર્ટના લગેજ સેક્શનમાં બોમ્બ છે જે બ્લાસ્ટ થશે. ઈ-મેલ મળતા સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી, પરંતુ કંઈ ન મળતા ખોટો મેસેજ જાહેર કરવામાં આવ્યો હતો. આ અંગે એરપોર્ટ સિક્યુરિટી દ્વારા એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
27 જાન્યુઆરી, 2026એ અમદાવાદ એરપોર્ટના ઈ-મેલ આઇડી પરથી અંબર દૂરહમ નામના ઈ-મેલથી એક મેલ આવ્યો હતો. સબ્જેક્ટમાં બોમ્બ બ્લાસ્ટ લગેજ સેક્શન લખ્યું હતું જે બાદ મેસેજમાં લખ્યું હતું કે
થ્રેટ મેલ મળતા જ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી. સુરક્ષા એજન્સીઓએ એરપોટમાં સઘન તપાસ કરી હતી. બોમ્બ થ્રેટ કમિટી પણ મળી હતી જેમણે તપાસ કરતા આ મેસેજ નોન સ્પેશિફિક બોમ્બ થ્રેટ જાહેર કરવામાં આવ્યો હતો.
ખોટો મેસેજ હોવાથી એરપોર્ટ સિક્યુરિટીએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધાવી છે. મહત્વનું છે કે ગત અઠવાડિયે જ અમદાવાદની 15થી વધુ સ્કૂલોની બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી.