ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં Class-3 (Group-A અને Group-B) માટે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે
Views: 156
1 0

Read Time:2 Minute, 13 Second

વર્ગ-3ની 5370 જગ્યા પર ભરતીની જાહેરાત
સમાજ કલ્યાણ નિરીક્ષક, વિવિધ વિભાગોમાં જુનિયર
સિનિયર કલાર્ક સહિતની જગ્યા ભરાશે
5 ફેબ્રુઆરીથી અરજી કરી શકાશે
ભરતી માટે ઉમેદવારોને OJAS પોર્ટલ (https://ojas.gujarat.gov.in) ઓનલાઈન અરજી કરવાની રહેશે
વિગતવાર માહિતી માટે ઉમેદવારોને GSSSBની અધિકૃત વેબસાઈટ (https://gsssb.gujarat.gov.in) પર જાહેરાત વાંચવાની સૂચના

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં Class-3 (Group-A અને Group-B) માટે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત કુલ 5,370થી વધુ જગ્યાઓ ભરવામાં આવશે. Group-A હેઠળ કુલ 2,365 જગ્યાઓ ઉપલબ્ધ છે. જેમાં સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ સુપ્રીન્ટેન્ડન્ટ સહિતના પદોનો સમાવેશ થાય છે. જ્યારે Group-B માટે 3,005 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે, જેમાં જુનિયર ક્લાર્કના પદોનો સમાવેશ થાય છે.

આ ભરતી માટે ઉમેદવારોને OJAS પોર્ટલ (https://ojas.gujarat.gov.in) મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. જાહેરાત મુજબ અરજી પ્રક્રિયા તા. 5 ફેબ્રુઆરી 2026થી શરૂ થશે અને તા. 20 ફેબ્રુઆરી 2026 સુધી અરજી કરી શકાશે. પરીક્ષાની સમગ્ર પ્રક્રિયા સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા આધારે લેવામાં આવશે.
ભરતીને લઈને શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પરીક્ષા પદ્ધતિ તથા અન્ય વિગતવાર માહિતી માટે ઉમેદવારોને GSSSBની અધિકૃત વેબસાઈટ (https://gsssb.gujarat.gov.in) પર જાહેરાત વાંચવાની સૂચના આપવામાં આવી છે.
રાજ્યના યુવાઓ માટે સરકારી નોકરી મેળવવાની આ મોટી તક માનવામાં આવી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!