AMC Budget 2026-27: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2026- 27નું ડ્રાફ્ટ બજેટ આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા રજૂ કરવામાં આવ્યું
Views: 183
1 0

Read Time:8 Minute, 5 Second

રાજ્યમાં મહાનગરપાલિકાઓની અને સ્થાનિક સ્વરાજ્યની ચાલુ વર્ષે ચૂંટણી યોજાવાની છે, ત્યારે સૌથી મોટી મહાનગરપાલિકા એવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2026- 27નું ડ્રાફ્ટ બજેટ આજે (4 ફેબ્રુઆરી)મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા રજૂ કરવામાં આવ્યું છે.

નવા આયોજનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ- 4 (કુલ 315 એમ.એલ.ડી.)

પશ્ચિમ ઝોનમાં મોટેરા ખાતે 50 એમ.એલ.ડી. એસ.ટી.પી.

રામોલ-હાથીજણ વોર્ડમાં 250 એમ.એલ.ડી. એસ.ટી.પી.

ઉત્તર પશ્ચિમ ઝોનના ઘુમા તળાવ ખાતે 10 એમ.એલ.ડી. મીની એસ.ટી.પી.

દક્ષિણ પશ્ચિમ ઝોનના ઓકાફ તળાવ ખાતે 05 એમ.એલ.ડી. મીની એસ.ટી.પી.

પે એન્ડ યુઝ

અમરાઈવાડી વોર્ડમાં ધનજીભાઈની વાલી નિકોલ-કઠવાડા વોર્ડમાં કઠવાડામાં સી.એલ. સ્કુલ પાસે નિકોલ વોર્ડમાં શ્રીજી ગર્ડન – ખોડીયાર મંદિર સામે ગોમતીપુર વોર્ડમાં સોનીની ચાલી સરસપુર વોર્ડમાં ગણેશકુંભારની ચાલી પાસે તથા સત્યમ પે એન્ડ યુઝ સરદારનગર વોર્ડમાં સુભાષનગર પાસે કુબેરનગર વોર્ડમાં સાબરમતી બજાર નરોડા વોર્ડમાં નરોડા બેઠક નરોડા રોડ, નરોડા સ્મશાન ચોકડી-દહેગામ રોડ, માછલી સર્કલ પાસે રોહિતવાસ સૈજપુર વોર્ડમાં સુહાના ચાર રસ્તા પાસે ઈન્ડિયા કોલોની વોર્ડમાં ચામુંડા બ્રીજ પાસે તથા નરોડા ફુટ માર્કેટ પાસે જોધપુર વોર્ડમાં આનંદનગર જોધપુર વોર્ડમાં શિવરંજની જોધપુર કેન યુગ ચાર રસ્તા વેજલપુર જીવરાજ પોલીસ ચોકી સરખેજ વોર્ડમાં સરખેજ શંકરપુરા ચાંદખેડા વોર્ડમાં બગલાવાડી પે એન્ડ યુઝ વિસત માતા રોડ પે એન્ડ યુઝ

નવા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ચાંદલોડીયા ઘુમા વિસ્તાર સૈજપુર બોઘા નરોડા

અપગ્રેડેશન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર સાબરમતી રખિયાલ માધુપુરા નવું બોડકદેવ અર્બન હેલ્થ સેન્ટર

સ્માર્ટ પાર્કિંગ – સોબો સેન્ટર, બોપલ – ઝાયડસ હેબતપુર રોડ – સીજી રોડ, યુનિ. રોડ, મીઠાખળીથી લો ગાર્ડન રોડ આઉટર રીંગ રોડ બસ પોર્ટ – બાકરોલ – અમિયાપુર – જેતલપુર – કણભા – કુહા

નવી સ્કૂલો – ચાંદલોડિયા ટીપી 45 અને 28 – થલતેજ ટીપી 37 – જોધપુર – વેજલપુર – સરખેજ – રાણીપ – સાબરમતી – ચાંદખેડા – નારણપુરા – વાસણા – રાણીપ ટીપી 66 – લાંભા- નારોલ – લાંભા – વટવા – લાંભા – રામોલ – હાથીજણ – નિકોલ – વસ્ત્રાલ – વટવા બાપા સીતારામ ચોક – ભાઇપુરા ધીરજ હાઉસિંગ – નરોડા હંસપુરા – નવા નરોડા

વેજિટેબલ માર્કેટ – ગોતા – નવરંગપુરા – ન્યૂ મણીનગર – નરોડા – મુઠીયા – નાનચિલોડા

આ બજેટ રૂ. 17018 કરોડનું છે. ચાલુ વર્ષે બજેટમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં માટે 6 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને 5 મિનિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે. બોપલ રીંગરોડથી ઘુમા સુધી અને નહેરુનગરથી શિવરંજની થઈ સેટેલાઈટ રામદેવનગરથી ઇસ્કોન સુધી એલિવેટેડ કોરીડોર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. પાંચ રેલવે ઓવરબ્રિજ અને ત્રણ ફ્લાય ઓવરબ્રિજ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

પ્રસુતિ ગૃહ બનાવવા 15 કરોડની જોગવાઇ
નર્સિંગ સ્કૂલ, ટ્રોમા સેન્ટર રીનોવેશન માટે 10 કરોડની જોગવાઈ, નવા તબીબી સાધનો ખરીદવા 16.2 કરોડની જોગવાઈ અને VS હોસ્પિટલ 200 બેડ સાથે ચલાવવામાં આવશે, બિલ્ડિંગમાં સુધારા બાદ 500 બેડની હોસ્પિટલ કરાશે

AMTSનું રૂ.1011 કરોડનું સુધારેલું બજેટ મંજૂર
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)નું ૨૦૨૬-૨૭ના વર્ષનું રૂ.1011 કરોડનું સુધારેલું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. AMTS બસોમાં રૂ. ૩ કરોડના ખર્ચે A Iના આધારે બસ રૂટ પર દોડવાતી બસોની સંખ્યા અને કેટલી બસોની ડીમાન્ડ છે તે અંગે સર્વે કરીને બસોની ફીક્વન્સી વધારવા હેતુસર ડાયનેમિક શિડ્યુલિંગ સોફ્ટવેર ઓપ્ટીમાઈઝેશન લગાવવામાં આવશે. AI સોફટવેરની મદદથી સમયસર બસ આવે અને વધુ અવરજવર ધરાવતા બસ રૂટ પર બસની સંખ્યા વધારી શકાય તે માટે વ્યવસ્થા કરાશે.

AMTS પણ હવે હાઈટેક રૂટ પર આગળ ધરી રહી છે
આગામી વર્ષમાં નવી ૪ ઈલેક્ટ્રીક AC ડબલ ડેકર બસ દોડાવવામાં આવશે અને હાલ શહેરમાં દોડાવાતી 867 બસની સંખ્યામાં બમણો વધારો કરીને 1600 બસનો કાફલો કરવામાં આવશે. હાલ, મહેમદાવાદ, સાણંદ, કલોલ અને બાવળા સુધી AMTSની બસ દોડાવવામાં આવી રહી છે. હયાત બસો રૂટોનું એનાલિસીસ કરીને જરૂરિયાત મુજબ બસ ફીક્વન્સી વધારવામાં આવશે. જમાલપુરના બસ ડીપોમાં 50 વર્ષ જૂના સ્ટોર બિલ્ડિંગ તોડીને રૂ.3 કરોડના ખર્ચે નવું બિલ્ડિંગ બનાવાશે. સ્ટાફ બીહેવિયર માટે રૂ.20 લાખ ફાળવાયા છે.

AMTSના ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા રજૂ કરાયેલા રૂ.991 કરોડના ડ્રાફ્ટ
બજેટમાં AMTS કમિટી ચેરમેન ધરમશી દેસાઈએ રૂ. ૨૦ કરોડનો વધારો કરીને બજેટ મંજૂર કર્યું છે. હાલ, મહેમદાવાદ, સાણંદ, કલોલ અને બાવળા સુધી AMTSની બસ દોડાવવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, ૧૫મા નાણાં પંચની રૂ. ૯ કરોડની ગ્રાન્ટ મેળવીને વધુ ૪ ઈલેક્ટ્રીક AC ડબલ ડેકર બસ, તેના ચાર્જર કોમ્પ્રીહેન્સિવ મેઈન્ટેનન્સ મેન્યુફેક્ચરર પાસે ખરીદવામાં આવશે. રૂ. ૨ કરોડની ગ્રાન્ટમાંથી દરેક ઝોનમાં પાંચ ટ્રી બસ શેલ્ટર લગાવાશે.

ચાલુ વર્ષે કરવેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. દર વર્ષે ટેક્સમાં બે ટકા ટેકસમાં વધારો કરવા અંગેની જોગવાઈ બે વર્ષ પહેલાના બજેટમાં થઈ ચૂકી હતી જેથી હવે દર વર્ષે ટેક્સમાં વધારો કરવાની કોઈ જાહેરાત કરવામાં આવતી નથી. ઓટોમેટીક બે ટકા ટેક્સમાં વધારો થઈ જાય છે.

ચાલુ વર્ષે બજેટમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા મહિલાઓ માટે નવા 25 જેટલા પિંક ટોઇલેટની જાહેરાત કરવામાં આવી છે. પશ્ચિમ વિસ્તારમાં 11 અને પૂર્વ વિસ્તારમાં 14 જેટલા પિંક ટોયલેટ બનાવવામાં આવશે. જોધપુર વિસ્તારમાં મહિલા જીમની પણ જાહેરાત કરવામાં આવી છે. 5 ઘોડિયા ઘર બનાવવામાં આવશે. ના બાળકો માટે 50 માર્ક્સ આંગણવાડી અને નવી 100 આંગણવાડી પણ બનાવવામાં આવનાર છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!