રાજકોટમાં LIC કર્મચારીઓ દ્વારા ખાનગીકરણ અને શ્રમિક કાયદામાં ફેરફારોનો ઉગ્ર વિરોધ કરાયો
Views: 160
0 0

Read Time:2 Minute, 41 Second

કેન્દ્ર સરકાર હાય હાયનાં નારા લાગ્યા
રાજકોટમાં LIC કર્મચારીઓ દ્વારા ખાનગીકરણ અને શ્રમિક કાયદામાં ફેરફારોનો ઉગ્ર વિરોધ કરાયો
નવી ભરતી કરવા સહિતની માંગ
દેશવ્યાપી હડતાળમાં 40 હજાર કર્મચારીઓ જોડાયા
સ્ટાફની ઘટ અને પડતર માંગણીઓ મુદ્દે દેખાવો
રાજકોટમાં LICના કર્મીઓની હડતાળ
દેશભરના અંદાજે 40 હજારથી વધુ કર્મચારીઓ આ એક દિવસીય હડતાળમાં જોડાયા
LIC ના વહીવટી માળખા પર તેની સીધી અસર

ભારતીય જીવન વીમા નિગમ (LIC) ના કર્મચારીઓએ આજે પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને દેશવ્યાપી હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. રાજકોટ સહિત દેશભરના અંદાજે 40 હજારથી વધુ કર્મચારીઓ આ એક દિવસીય હડતાળમાં જોડાતા વીમા સેવાઓને વ્યાપક અસર પહોંચી છે.

https://www.instagram.com/reel/DUpfBzek4ak/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

હડતાળમાં જોડાયેલા યુનિયનના અગ્રણીઓના જણાવ્યા મુજબ, લાંબા સમયથી ક્લાસ-3 અને ક્લાસ-4 ના કર્મચારીઓની ભરતી કરવામાં આવી નથી, જેના કારણે સ્ટાફની ભારે અછત વર્તાઈ રહી છે. કામનું ભારણ વધવા છતાં નવી નિમણૂકો ન થતા અને અન્ય પડતર આર્થિક તથા વહીવટી પ્રશ્નોનું નિરાકરણ ન આવતા કર્મચારીઓએ આક્રમક વલણ અપનાવ્યું છે.

https://www.facebook.com/share/r/16Qed2g5yE

રાજકોટ સ્થિત LIC ની વિવિધ કચેરીઓ બહાર આજે સવારથી જ કર્મચારીઓએ એકઠા થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. ‘અમારી માંગણીઓ પૂરી કરો’ ના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. વર્ગ-3 અને વર્ગ-4 ના કર્મચારીઓ સંપૂર્ણપણે કામથી અળગા રહેતા પ્રીમિયમ ભરવા કે અન્ય કામકાજ માટે આવતા ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ માત્ર સ્થાનિક નહીં પણ દેશવ્યાપી આંદોલન હોવાથી LIC ના વહીવટી માળખા પર તેની સીધી અસર જોવા મળી છે. જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા આ પડતર પ્રશ્નોનો યોગ્ય ઉકેલ લાવવામાં નહીં આવે, તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ કર્મચારી સંગઠનો દ્વારા આપવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!