Views: 100
2 0

Read Time:1 Minute, 55 Second

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો મહીસાગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, મોરબી, દ્વારકા, બોટાદ, સોમનાથ, દીવમાં મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો ઉત્તર-પશ્ચિમ ભારતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો આગામી 3 થી 4 દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, કેટલાક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે, આવતા 7 દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, કર્ણાટકના દરિયાઇ વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે, ગુજરાતના કેટલાક સ્થળોએ અતિભારે વરસાદની આગાહી કરાઈ છે જેમા ગુજરાતમાં 4 થી 6 સપ્ટેમ્બર વચ્ચે અતિભારે વરસાદ પડી શકે છે.

આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જેમાં સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે પંચમહાલ, દાહોદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, માછીમારોને આગામી 3 દિવસ માટે દરિયો ના ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે, તો મોન્સૂન ટ્રફ અને 2 સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!