અમદાવાદ શહેરની આરાધ્ય દેવી નગરદેવી શ્રી ભદ્રકાળી માતાજીની બીજી નગર યાત્રા 26મી ફેબ્રુઆરીના રોજ ભવ્ય રીતે યોજાશે
Views: 156
0 0

Read Time:3 Minute, 29 Second

અમદાવાદ શહેરની આરાધ્ય દેવી નગરદેવી શ્રી ભદ્રકાળી માતાજીની બીજી નગર યાત્રા 26મી ફેબ્રુઆરીના રોજ ભવ્ય રીતે યોજાવાની છે. નગરદેવી ભદ્રકાળી માતાજી મંદિરના ટ્રસ્ટી શશીકાંત તિવારીએ આ અંગે માહિતી આપી હતી. આ વખતે આ યાત્રાની ખાસિયત એ રહેશે કે, આ વખતે ખાડિયા અને રાયપુર વિસ્તારનો પણ સમાવેશ કરવામાં આવશે. યાત્રાનો પ્રારંભ સવારે 7 વાગ્યે માતાજીના ગર્ભગૃહમાંથી ચલિત મૂર્તિને રથમાં બિરાજમાન કરવાથી થશે. આ નગરયાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવી શકે તેવી શક્યતા છે. તેમના હસ્તે યાત્રાનો પ્રારંભ થઈ શકે તેવી શક્યતા છે.

26 ફેબ્રુઆરીએ નગરદેવી માતા ભદ્રકાળીની નગરયાત્રા
5થી 7 હજાર લોકો માટે ભંડારાનું આયોજન
મંત્રોચાર બાદ CM રથનું પ્રસ્થાન કરાવે તેવી શક્યતા
માણેકનાથ બાબાના મંદિરે માતાજીની આરતી યોજાશે
મહાલક્ષ્મી મંદિરે 20 મિનિટનો વિરામ હશે
5થી 7 હજાર લોકો માટે ભંડારાનું આયોજન
500 કિલો બુંદીનો પ્રસાદ ભક્તોમાં વહેંચવામાં આવશે

નગરયાત્રાનો રૂટ શહેરના ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોને આવરી લેતો રહેશે. ત્રણ દરવાજા ખાતે અખંડ દીવાના દર્શન માટે રથ બે મિનિટ માટે રોકાશે. માણેકનાથ બાબાના મંદિરે માતાજીની આરતી યોજાશે. રતનપોળ અને ખાડિયા ચાર રસ્તા પાસે પાંચ મિનિટનો વિરામ રહેશે. આગળ રાયપુર ચકલા સ્થિત ચક્રેશ્વર મહાદેવ મંદિરે આરતી અને દર્શન થશે, જ્યારે ઢાળની પોળ ખાતે પાંચ મિનિટ રોકાણ રહેશે. મ્યુનિસિપલ કોઠા ખાતે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા માતાજીની આરતી કરવામાં આવશે.

https://www.instagram.com/reel/DUsB2Jdk4nk/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

યાત્રા જગન્નાથ મંદિર પહોંચશે, જ્યાં નગરદેવી નગરદેવતાના દ્વારે જઈ આરતી થશે. ત્યારબાદ રિવરફ્રન્ટ સ્થિત મહાલક્ષ્મી મંદિરે સાબરમતી માતાની આરતી સાથે 20 મિનિટનો વિરામ રાખવામાં આવ્યો છે. વસંત ચોક સ્થિત ગણેશ મંદિરે આરતી બાદ યાત્રા બહુચરાજી મંદિરે પહોંચશે. અંતે યાત્રા નિજ મંદિરે પરત ફરશે અને ત્યાં 15 મિનિટનો નાનકડો હવન યોજાશે.

https://www.facebook.com/share/v/19uWTMM9MS

નગરયાત્રા દરમિયાન 500 કિલો બુંદીનો પ્રસાદ ભક્તોમાં વહેંચવામાં આવશે. યાત્રાના સમાપન પ્રસંગે 5થી 7 હજાર લોકો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લાડુ અને ફૂલવડી પ્રસાદરૂપે પીરસાશે. આ નગરયાત્રાને લઈને શહેરના ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!