સોમનાથ મહાદેવના મંદિરે આગામી મહાશિવરાત્રિના પર્વની ભવ્ય ઉજવણી માટેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ વર્ષે શિવરાત્રિના પર્વે અંદાજે 4 થી 5 લાખ ભક્તો દાદાના દર્શનાર્થે ઉમટી પડે તેવી સંભાવનાને જોતા ગીર સોમનાથ પોલીસ દ્વારા સુરક્ષાનો અભેદ્ય કિલ્લો તૈયાર કરવામાં આવ્યો છે.
ગીર સોમનાથ એસ.પી. જયદીપસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ સુરક્ષા માટે વિશેષ બ્લુ-પ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. જેમાં11 DYSP, 50 થી વધુ PI અને PSI સહિત 500 થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે.સમગ્ર મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં 70 થી વધુ CCTV કેમેરા દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે.ડોગ સ્કવોડ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ (BDDS) અને ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) ને ખડેપગે રાખવામાં આવી છે.
https://www.facebook.com/share/r/14WtSyc7E71
મહાશિવરાત્રિના પાવન અવસરે રાજ્યના મુખ્યમંત્રી અને ઉપ-મુખ્યમંત્રી પણ ભગવાન સોમનાથના આશીર્વાદ લેવા પધારશે. આ ઉપરાંત, તા. 14 અને 15 ફેબ્રુઆરીના રોજ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જાણીતા ગાયક કૈલાશ ખેર સહિતના નામાંકિત કલાકારો ભક્તોને ભક્તિરસમાં તરબોળ કરશે.
https://www.instagram.com/reel/DUr_1pQE2Sh/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
યાત્રિકોને કોઈ અગવડ ન પડે તે માટે પોલીસ દ્વારા વિશેષ ટ્રાફિક પ્લાન અને રૂટ ડાયવર્ઝન અમલમાં મૂકવામાં આવ્યું છે. વાહનોના પાર્કિંગ માટે અલગ-અલગ જગ્યાઓ નિયત કરવામાં આવી છે, જેથી શ્રદ્ધાળુઓ શાંતિથી અને નિરાંતે દર્શન કરી શકે.