નડિયાદમાં પોતાના બે બાળકોના LC લેવા પહોંચેલી માતાને લંપટ આચાર્યએ LC લેવા માટે અમદાવાદની હાથીજણની એક હોટલમાં બોલાવી
Views: 178
1 0

Read Time:1 Minute, 42 Second

શિક્ષણ જગતને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. જેમાં નડિયાદમાં પોતાના બે બાળકોના LC લેવા પહોંચેલી માતાને લંપટ આચાર્યએ LC લેવા માટે અમદાવાદની હાથીજણની એક હોટલમાં બોલાવી. હેબતાઈ ગયેલી મહિલા હોટલમાં તો પહોંચી, પરંતુ સાથે પરિવાર પણ પહોંચ્યો. ત્યાં લંપટ આચાર્ય પહેલાંથી જ હોટલના રૂમમાં હાજર હતો. બસ પછી શું?, મહિલા અને પરિવારે હોટલમાં ભારે હોબાળો મચાવ્યો. હાલ તો સમગ્ર મામલે વટવા GIDC પોલીસે ગુનો નોંધી શરૂ કરી છે.

નડિયાદ વિસ્તારમાં આવેલી એક સ્કૂલમાં 37 વર્ષના મહિલાના બે બાળકો અભ્યાસ કરતા હતા. મહિલાએ બાળકોની સ્કૂલ બદલવી હોવાથી બંને બાળકોના LC માટેની અરજી કરી હતી. આ અરજી કર્યા બાદ જ્યારે સ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય કિરીટસિંહ ઝાલાને મળ્યા ત્યારે લંપટ આચાર્યએ મહિલાને કહ્યું હતું કે બાળકોના LC લેવા હોટલમાં આવવું પડશે.

પરિવારે હોબાળો કરીને વીડિયો ઉતારતા આચાર્ય વીડિયોમાં પોતાનું મોઢું ઢાંકતા નજરે પડ્યો હતો. આ સમગ્ર મામલે મહિલાએ વટવા GIDC પોલીસ સ્ટેશનમાં આચાર્ય કિરીટસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે હાલ આચાર્યને નોટિસ ફટકારીને પોલીસ સ્ટેશનમાં હાજર થવા માટે આદેશ કર્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!