સંસ્કારી નગરી વડોદરામાં થારચાલક મહિલાએ યુવકને ઉડાવ્યો, સ્થળે જ મોત
Views: 129
1 0

Read Time:2 Minute, 45 Second

સંસ્કારી નગરી વડોદરામાં રફ્તારનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે. ગત મોડીરાત્રે શહેરના પશ્ચિમ વિસ્તારમાં એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બેફામ ગતિએ આવતી થાર કારની મહિલાચાલકે યુવકને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. ઘટનાને પગલ મોડીરાતે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યાં હતાં. તો બીજી તરફ યુવકના પિતાની ફરિયાદના આધારે પોલીસ મહિલાની અટકાયત કરી છે.

મળતી માહિતી મુજબ, અકસ્માતની આ ઘટના અક્ષર ચોકથી સન ફાર્મા રોડ તરફ જવાના માર્ગ પર સર્જાઈ હતી. 13 ફેબ્રુઆરીની મોડીરાત્રે અભિષેક મોરે નામનો યુવક પોતાની એક્ટિવા લઈને જઈ રહ્યો હતો, ત્યારે ઋષિકાબેન સરનાની નામની મહિલા પોતાની થાર ગાડી લઈને લગ્નપ્રસંગમાંથી પૂરપાટ ઝડપે આવી રહી હતી. મહિલાએ ગાડી પરનો કાબૂ ગુમાવતા અભિષેકને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભારે હતી કે અભિષેક મોરેનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હતું. અકસ્માત થતા જ આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને વાતાવરણ ગમગીન બની ગયું હતું.

ઘટનાની જાણ થતા જ અટલાદરા પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતક અભિષેકના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડ્યો છે. આ મામલે મૃતકના પિતા વાસુદેવ રામજીભાઈ મોરેએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં થારચાલક મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા આરોપી મહિલા ઋષિકાબેન સરનાનીની અટકાયત કરી છે અને અકસ્માત સમયે મહિલા નશામાં હતી કે કેમ? તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

મૃતક યુવક ફૂડ ડિલિવરીનું કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. જુવાનજોધ દીકરાના અચાનક મોતના સમાચાર મળતા જ મોરે પરિવાર પર આભ તૂટી પડ્યું છે. વડોદરામાં રાત્રિના સમયે વધતા જતા નબીરાઓના જોખમી ડ્રાઈવિંગ સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!