Ahmedabad: લગ્નનો પ્રસંગ રણમેદાનમાં ફેરવાયો, લાઉડ સ્પીકર મુદ્દે પથ્થરમારો અને તોડફોડ
Views: 85
0 0

Read Time:2 Minute, 39 Second

અમદાવાદના સરસપુરના વંદે માતરમ પાર્ટી પ્લોટમાં ગઈકાલે(20 ફેબ્રુઆરી) રાત્રે લગ્ન પ્રસંગમાં ગીતો વાગતા આસપાસના લોકો પહોંચ્યા હતા અને ગીતો બંધ કરવાનું કહીને ઝપાઝપી કરી હતી. આ દરમિયાન બંને પક્ષે સામ સામે મારામારી થઈ હતી. મામલો ઉગ્ર બનતા પથ્થરમારો થયો હતો. પોલીસે બંને પક્ષે સામે ફરિયાદ નોંધી 7 આરોપીની અટકાયત પણ કરી હતી. તો બીજી તરફ આજે પોલીસ સ્ટેશનમાં પરિવારના સભ્યો અને VHPના કાર્યકરો ધરણા પર બેઠા છે. મહિલાઓએ હાથમાં પોલીસ હાય હાયના બેનર સાથે વિરોધ કર્યો હતો.

સરસપુરમાં આવેલા વંદે માતરમ પાર્ટી પ્લોટમાં ગઈકાલે રાત્રે 11:30 વાગ્યાની આસપાસ યુવતીના લગ્ન હતા જેમાં ઊંચા અવાજે ડીજે વાગી રહ્યું હતું. ત્યારે આસપાસના સ્થાનિકો પૈકી કેટલાક લોકો પાર્ટી પ્લોટ બહાર આવ્યા હતા અને ધીમે ગીતો વગાડવા કહ્યું હતું. જે બાબતે બંને જૂથના લોકો વચ્ચે ઝપાઝપી થઈ હતી. ઉશ્કેરાયેલા ટોળાએ મારામારી કરી પાર્ટી પ્લોટની બહાર પડેલા વાહનોમાં તોડફોડ કરી હતી.

https://www.instagram.com/reel/DVAzEGHE-OI/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

મામલો વધુ ઉગ્ર બનતા કેટલાક લોકોએ પથ્થરમારો પણ કર્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર કેટલાક લોકો તલવાર લઈને પણ ત્યાં પહોંચ્યા હતા. દરમિયાન જાણ થતા શહેરકોટડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. પોલીસે બંને પક્ષની સામ સામે ફરિયાદ નોંધી 7 આરોપીની અટકાયત પણ કરી હતી.

ઘટનાની જાણ થતા જ શહેરકોટડા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને મોડી રાત્રે સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે બંને પક્ષોની રજૂઆત સાંભળીને સામસામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ મામલે પોલીસે અત્યાર સુધીમાં 1 સગીર સહિત કુલ 7 આરોપીઓની ધરપકડ કરી છે.બંને પક્ષે રાયોટિંગ અને તોડફોડની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!