દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર ભાજપ યુવા મોરચાના કાર્યકરો ‘કોંગ્રેસ-રાહુલ ગાંધી=ગદ્દાર’, ‘દેશદ્રોહી રાહુલ ગાંધી માફી માંગે’ના પોસ્ટર લઈને વિરોધ કરી રહ્યા છે.
બીજી તરફ, મુંબઈના મુલુંડમાં ભાજપના કાર્યકરોએ રાહુલ ગાંધીના કાફલાને કાળા ઝંડા બતાવ્યા. તેઓ અહીંથી ભિવંડી જઈ રહ્યા હતા. 2014ની લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન RSS પર કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીના કેસમાં ભિવંડી કોર્ટમાં શનિવારે તેમની હાજરી હતી.
ગુજરાતના સુરતમાં ભાજપના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસનું પૂતળું સળગાવ્યું. જમ્મુ-કાશ્મીરમાં પણ ભાજપના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો. ભારતની વૈશ્વિક છબી ખરાબ કરવાનો રાહુલ ગાંધી પર આરોપ, ભાજપ કાર્યકરોએ ‘માફી માંગો’ ના નારા લગાવ્યા
ભાજપ નેતાએ કહ્યું- AI સમિટમાં હોબાળો દેશદ્રોહ જેવો
જોકે, 20 ફેબ્રુઆરીના રોજ દિલ્હી સ્થિત ભારત મંડપમમાં ઇન્ડિયન યુથ કોંગ્રેસના કાર્યકરોએ શુક્રવારે AI સમિટ 2026માં ભારત-અમેરિકા ટ્રેડ ડીલ વિરુદ્ધ પ્રદર્શન કર્યું.
રાજસ્થાનમાં પણ ભાજપનો વિરોધ શરૂ
પ્રદર્શનના ઘણા વીડિયો પણ સામે આવ્યા છે. તેમાં 15-20 કાર્યકરો હાથમાં સફેદ રંગની ટી-શર્ટ લઈને ઉભા છે. ટી-શર્ટ પર PM મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ફોટો લાગેલો છે. તેના પર લખેલું છે- PM ઇઝ કોમ્પ્રોમાઇઝ્ડ.
મનોજ તિવારીએ કહ્યું- કોંગ્રેસને દેશ માફ નહીં કરે
કોંગ્રેસ કાર્યકરોને પટિયાલા કોર્ટમાં રજૂ કરાયા
પટિયાલા હાઉસ કોર્ટે આરોપીઓની કસ્ટડી જામીન અરજી પર આદેશ સુરક્ષિત રાખ્યો