ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડે એકાઉન્ટન્સની સીએ ફાઈનલની પરીક્ષાનું પરિણામ ગત મોડી રાતે જાહેર
Views: 151
1 0

Read Time:4 Minute, 27 Second

CA-AIR ટોપ 50માં વડોદરા-સુરતના 5 અને અમદાવાદના 2 વિદ્યાર્થી
ફ્રૂટ્સની લારી ચલાવનારની દિકરીએ 20 ટ્રાયલે પરીક્ષા પાસ કરી
‘પેપર અઘરા પૂછાતા ગયા વર્ષ કરતા પરિણામ ઓછું’
‘પેપર આ વખતે અઘરા પૂછાયા હતા’
CA ફાઈનલમાં ટોપ 50માં અમદાવાદના 2 વિદ્યાર્થીઓ
ટોપ 50માં સુરતના 5 વિદ્યાર્થીઓ
‘મેં સીએ ફાઈનલની પરીક્ષામાં 408 માર્ક્સ મેળવ્યા’

ICAI ના સેન્ટ્રલ કાઉન્સિલર મેમ્બર પુરુષોત્તમ ખંડેલવાલે જણાવ્યું હતું કે, પેપર આ વખતે અઘરા પૂછાયા હતા. જે લોકો સંપૂર્ણ તૈયારી સાથે ગયા હતા તે લોકો જ આ વખતની પરીક્ષામાં પાસ થયા છે. જે લોકો સંપૂર્ણ તૈયારી સાથે ગયા ન હતા તે લોકો પાસ થયા નથી. થીયરીકલ નોલેજ જે લોકો પાસે હતું તે લોકો પાસ થયા છે. આ ઉપરાંત વડોદરામાં ફ્રૂટ્સની લારી ચલાવનારની દિકરીએ 10 વર્ષની મહેનત અને 20 ટ્રાયલ બાદ CA ફાઈનલની પરીક્ષા કરી છે. જ્યારે 29મો રેન્ક મેળવનાર તીર્થે ફસ્ટ ટ્રાયલે એકઝામ ક્રેક કરી છે.

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) દ્વારા જાન્યુઆરી-2026માં લેવામાં આવેલી CA ફાઇનલ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે પરિણામ ગયા વર્ષ કરતા ઘણું ઓછું આવ્યું છે. છતાં અમદાવાદ સેન્ટરના બે વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા રેન્કર્સ લિસ્ટમાં સ્થાન મેળવી શહેરનું ગૌરવ વધાર્યું છે. જેમાં હર્ષ હિમાંશુભાઈ સોનારાએ ઓલ ઇન્ડિયા 9મો રેન્ક મેળવ્યો છે તો નમિષ ગૌતમ શાહે ઓલ ઇન્ડિયા 27મો રેન્ક પ્રાપ્ત કર્યો છે.

ભારતમાંથી બંને ગ્રુપમાં કુલ 22293 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 2446 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જેની કુલ ટકાવારી 10.97 ટકા થાય છે. જાન્યુઆરી-2026ની આ પરીક્ષાના પરિણામ સાથે દેશને નવા 7590 ક્વોલિફાઇડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ પ્રાપ્ત થયા છે.

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા લેવાયેલી CA ફાઈનલ જાન્યુઆરી-2026ની પરીક્ષામાં સુરતના વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. સમગ્ર દેશમાં પરિણામનું પ્રમાણ નીચું અને પેપર્સ કઠિન હોવા છતાં 2 વિદ્યાર્થીએ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે.

ક્રિષ્ના કેરિયાએ આખા દેશમાં 25મા ક્રમે અને સુરતમાં પ્રથમ ક્રમે સ્થાન હાસિલ કર્યું છે. વંદન વોરા આખા દેશમાં 30મા ક્રમે અને શહેરમાં બીજા ક્રમે આવ્યા છે. હિત્સલ શાહ ઓલ ઈન્ડિયા રેન્ક 40, હર્ષ મોરારિયા ઓલ ઈન્ડિયા રેન્ક 42, અમન બદાલા ઓલ ઈન્ડિયા રેન્ક 49 પર આવ્યા છે.

CAની પરીક્ષામાં ઓલ ઇન્ડિયા રેન્ક 29 મેળવનાર તીર્થ ઠક્કરે જણાવ્યું હતું કે, મેં સીએ ફાઈનલની પરીક્ષામાં 408 માર્ક્સ મેળવ્યા છે અને મારો ઓલ ઇન્ડિયા રેન્ક (AIR) 29 આવ્યો છે. વડોદરા શહેરમાં હું પ્રથમ ક્રમે રહ્યો છું. હું આ પરિણામથી ખૂબ ખુશ છું અને સૌથી વધુ આનંદ એ વાતનો છે કે હું મારા પરિવારને આટલી મોટી ખુશી આપી શક્યો. મેં પણ એટલી જ મહેનત કરી છે જેટલી બીજા વિદ્યાર્થીઓ કરે છે, પરંતુ મને લાગે છે કે મારું નસીબ પણ તે દિવસે સારું હતું અને ભગવાનનો સાથ મળ્યો. મેં પરીક્ષાના તે ત્રણ કલાક દરમિયાન મારી જાતને ખૂબ શાંત રાખી અને સારી રીતે પેપર આપ્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!